તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • પાટનગર માટે પાણીના ફિલ્ટર પ્લાન્ટની ક્ષમતા વધારી દેવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટનગર માટે પાણીના ફિલ્ટર પ્લાન્ટની ક્ષમતા વધારી દેવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરનારહેવાસીઓને ચોમાસાના દિવસોમાં સહેજ ડહોળું પાણી મળતું હોવાનું લાગી રહ્યું છે. ડહોળા પાણીની ગુંજ પ્રતિ વર્ષ સચિવાલય સુધી પહોંચતી હોવાથી અને મંત્રી અને સચિવ કક્ષાએથી પૂછાણ આવતાં પાણી પૂરવઠા ર્બોડ અને પાટનગર યોજના વિભાગના અધિકારી દ્વારા ફિલ્ટર પ્લાન્ટની ક્ષમતા વધારવાનો નિર્ણય લેવાયો છે. જો કે, તેનો લાભ આવતા ચોમાસામાં મળશે. હાલમાં જે પાણી આવે છે તે પીવાલાયક છે. તેવા નિયમિત ચકાસણીના રિપોર્ટ છે.

પાણીનાં મામલે એક્ઝીક્યુટિવ એન્જીનિયર પંડયાએ અગાઉ પણ જણાવ્યું હતું કે, ઉપરવાસ વરસાદના પગલે નર્મદા ડેમમાંથી મોટી માત્રામાં માટી ઉખડે છે અને તે પાણીને કેનાલમાં વહેવડાવતાં તેમાં કેનાલમાં જમા થયેલી માટી ઉખડીને ભળતી હોય છે. પરિણામે પાણીમાં ભળી જતાં માટીના માઇક્રો પાર્ટકલ્સ ફિલ્ટર પ્લાન્ટમાં પણ દુર થતા નથી. તેના ઉકેલ માટે પાણી પૂરવઠા ર્બોડ દ્વારા પાણીને ફિલ્ટર કરાયા પછી તેમાં ફટકડી નખાય છે અને બેક્ટેરિયા-વાઇરસ મુક્ત કરવા માટે ક્લોરિનેશન કરાય છે.

ર્બોડ દ્વારા ચલાવાતા ફિલ્ટર પ્લાન્ટની હાલની ક્ષમતા આમ તો 30 એમએલડીની છે, છતાં તેની ક્ષમતા વધારવાનો આખરી નિર્ણય લેવાઇ ગયો છે. જો કે કામ બે-ચાર દિવસનું નથી અને ચોમાસા સિવાયના દિવસોમાં ડહોળાશનો પ્રશ્ન રહેતો નથી. પરિણામે બજેટમાં કામને સમાવી દેવાયા બાદ આવતા ચોમાસામાં યાંત્રિક અધૂરપ નહીં રહે.

પાણીનો જથ્થો પુરતો છે, છતાં નથી

શહેરનેદબાણથી પાણી આપવા માટે ઓછામાં ઓછું 35 એમએલડી પાણી જોઇએ. પાણીનો જથ્થો હાલની જરૂરતથી અનેકગણો ઉપલબ્ધ છે. પરંતુ ડહોળાશ ઘટાડવા માટે કેનાલમાંથી દર કલાકે 1100 ક્યુબિક મીટરના ફ્લોથી લઇ શકાતું નથી. તેમ કરાય તો માટી વધુ આવતી હોય છે. પરિણામે સરેરાશ 800 ક્યુએમના ફ્લોથી પાણી લેવાતાં 25 એમએલડી જેટલું પાણી લઇ શકાય છે. તેને પણ લાંબો સમય ફિલ્ટર પ્લાન્ટમાં સ્થિર થવા દેવું પડે છે.

સેક્ટરનાબોર લાજ સાચવી રહ્યાં છે

પાટનગરમાંહાલ પ્રેસરથી પાણી મળે છે. તેમાં સેક્ટર સહિતના વિસ્તારમાં આવેલા 30 જેટલા જીવંત બોર કારણભૂત છે. પૈકીના બોરને બપોરે 2 વાગ્યથી રાત્રે 9 વાગ્યા સુધી ચલાવીને પાણીની મુખ્ય લાઇનો ભરી દેવાયા બાદ સવારે વિતરણના સમયે ઉંચી ટાકીઓમાંથી પાણી છોડવામાં આવતાં લાઇનો ભરેલી હોવાના કારણે છેવાડાના આઉટલેટ સુધી દબાણથી પાણી પહોંચે છે.

પાણી ધારાધોરણ પ્રમાણેનું પીવાલાયક હોવાનાં પૃથ્થકરણ રિપોર્ટ નિયમિત લેવાય છે

ચોમાસાના દિવસોમાં કેનાલમાં પાણી છોડવાની સાથે ડહોળાશનું પ્રમાણ વધે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો