તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશ મહોત્સવના ચોથા દિવસે જાદુ અને લોકનૃત્યનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણેશમહોત્સવને લઇને સેકટરોથી લઇને સોસાયટીઓમાં 10 દિવસ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીજીને વિવિધ શ્રૃંગારો સાથે સ્થાનિકો માટે લોક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાય છે. ત્યારે ‘બેસ્ટ સીંગર ઓફ સિટી સ્પર્ધા, બહેનો માટે હળદીકંકુ સ્પર્ધા, ભજન, આરતી, સુશોભન અને ફુલદાની સુશોભન તથા લાઇવ ઓરકેસ્ટ્રા અને રાસ-ગરબાનું આયોજન કરાયુ હતું. પ્રસંગે શહેરના કોર્પોરેટર, આગેવાનો અને નાગરિકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોને માણ્યા હતાં.

આજે ગણેશોત્સવમાં ક્યા ક્યા કાર્યક્રમ યોજાશે

તા. 8મીને ગુરૂવારે નગરના જુદા જુદા સાર્વજનિક ગણેશોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. તેમાં સેકટર 22 સ્થિત સાર્વજનિક ગણેશોત્સમાં રાત્રે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા પૃરસ્કૃત લોકનૃત્ય મહોત્સવ યોજાશે. સેકટર 6 સાર્વજનિક ગણેશોત્સવમાં યુવક મંડળ દ્વારા 8મીએ નિલેષ મિસ્ત્રી અને જોલી દ્વારા જાદુનો જલસો કાર્યક્રમ યોજાશે. પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ સેવા સમાજના આગેવાનોમાં મગનદાદા, અનિલ હિંગુ, ભુપેન્દ્ર ગજ્જર અને લક્ષ્મણ કંસારા ઉપસ્થિત રહેશે. સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ સેકટર 3 દ્વારા 8 મીને રાત્રે 9 વાગે જાદુગરનો શો યોજાશે. જ્યારે સેકટર 3 ડી યુવક મંડળ દ્વારા નિરવ ઠક્કર એન્ડ ગૃપ દ્વારા મ્યુઝીકલ નાઇટનું આયોજન કરાયુ છે.

સે-3 ડી, સે-22 સાર્વજનિક મહોત્સવ અને સે-6 સ્થળોએ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો