તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગર ડેપોમાંથી અમદાવાદ જવા માટે રાત્રીના સમયે બસ મળવી મુશ્કેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર ડેપોમાંથી અમદાવાદ જવા માટે રાત્રીના સમયે બસ મળવી મુશ્કેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરએસ.ટી ડેપોમાંથી અમદાવાદ જવા માટે રાત્રે બસના ભારે ધાંધિયાથી મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઇ રહ્યાં છે. રાત્રે 9.30 પછી છેક 11.30ની બસ મુકાતી હોઇ મહિલા મુસાફરો સુમસામ ડેપોમાં ભયની લાગણી અનુભવી રહી છે. અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં ડેપો મેનેજર કોઇની વાત કે ફરિયાદ સાંભળવા તૈયાર હોવાની ફરિયાદો થઇ રહી છે.

અંગેની વિગતો એવી છે કે ગાંધીનગર એસ.ટી ડેપોમાં નવા ડેપો મેનેજર આવ્યા ત્યારથી બસની ટ્રીપોનું શિડ્યુઅલ ખોરવાઇ ગયું છે. ડેપો મેનેજર મુસાફરોની ફરિયાદો સાંભળવા તૈયાર નથી અને બસો સમય પ્રમાણે ઉપડે તેવુ આયોજન કરવામાં નિષ્ફળ ગયા હોવાનું ખુદ ડ્રાયવર-કન્ડક્ટર સ્ટાફમાં ચર્ચાઇ રહ્યું છે. જો કે ડેપો મેનેજરના આદેશનું પાલન કરવા સ્ટાફના માણસો તૈયાર થતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. આમ ડેપો મેનેજર અને સ્ટાફની મનમાનીના કારણે રાત્રી મુસાફરોની હાલત કફોડી બની રહી છે. રાત્રે 9.30 પછી અમદાવાદ જતી એસ.ટી બસો સમયપત્રકમાં 5થી વધુ દર્શાવાઇ છે. પરંતુ સમયપત્રક માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. રાત્રે બસના ધાંધિયા મોટાભાગે જાહેર રજાના દિવસે વધારે કામ થતા હોવાનું મુસાફરો દ્વારા જણાવાઇ રહ્યું છે.

રાત્રે 9.30 પછી છેક 11.30ની બસ મુકાતી હોઇ મુસાફરો ભારે મુશ્કેલીમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો