તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • દવા પીનાર બે મહિલાઓ સહિત ત્રણેયને ગાંધીનગર સિવિલમાં ખસેડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દવા પીનાર બે મહિલાઓ સહિત ત્રણેયને ગાંધીનગર સિવિલમાં ખસેડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બહિયલમાં દરગાહની જમીન મુદ્દે એક પરિવારના ત્રણે ઝેરી દવા ગટગટાવી

દહેગામતાલુકાના બહિયલ ગામની ગેબનશાહ પીરની દરગાહના ઓટલા પર એક પરિવારના બે મહિલાઓ સહિત કુલ ત્રણ સભ્યે જમીન વિવાદને લઇ ઝેરી દવા ગટગટાવી હતી.

બહિયલ ગામે ઘમીજ રોડ પર ગેબનશાહ પીરની દરગાહના ઓટલા પર સવારે 11 વાગ્યે 60 વર્ષિય કાસમશા કાલુશા, મુમતાજબેન કાસમશાહ દિવાન તેમજ કાસમશાના બહેન જુબેદાબીબી બાબુશા દિવાન દરગાહના ઓટલા પર ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. દવા પીનાર જુબેદાબીબીના પુત્ર મહેબુબશા બાબુશા દિવાનને જણાવ્યુ હતુ કે ગેબનશાહ પીરની દરગાહની જગ્યા વર્ષોથી અમારી માતાના વંશજોની છે. જે જગ્યા પર કોર્ટ દ્વારા મનાઇ હુકમ પણ મળેલો છે.છતાં ગામના કેટલાક શખ્શો દ્વારા જમીનની આસપાસ તાર ફેન્સીંગ કરી રહ્યા હોવાની જાણ થતાં મારા મામા કામસશા કાલુશા દિવાન,મામી મુમતાજબેન તથા મારી માતા જુબેદાબીબી બાબુશા પહોંચ્યા હતા. જેથી ત્યાં જાકીરમીંયા ગુલામનબી ચૌહાણ,તૈયુબમીંયા રસુલમીંયા મલેક, જાદવ જાવુદ્દીન ગુલામનબી, જાદવ સમશુભાઇ લાલભાઇ ઉર્ફે શંભુ, મલેક કાલુભાઇ અબ્દુલભાઇ,જીંધરાણ યુસુફભાઇ,ઇમ્તિયાજભાઇ મલેક, રજ્જાક ઉર્ફે રાજુભાઇ ગુલુભાઇ ચૌહાણ, ઠાકોર દલપુજી ભલાજી તથા સિપાઇ ગુલાબમીંયા જીવણમીંયાએ ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. જેથી મારા મામા,મામી તથા માતાએ સાથે લઇ ગયેલી ઉંદરમારવાની દવા પી લીધી હતી. બહિયલ ગેબનશાહ પીરની દરગાહ પાસેની આસરે સાડા અગિયારેક વીઘા જમીન તેમની હોવાની તેમજ કોર્ટ દ્વારા મનાઇ હુકમ પણ મળેલો હોવાનું જણાવ્યુ હતુ.

પરિવારે જમીન વેચવાની પેરવી કરી હતી

ગેબનશાહપીરની દરગાહની જમીન અંગે બહિયલ મુસ્લિમ સમાજવતી વહિવટ કરનાર જાકીરમીંયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે ગેબનશાહ પીરની દરગાહમાં વર્ષોથી તેમની પેઢી દર પેઢી દિવાબતી કરે છે અને જમીન સમગ્ર ગામની હોવાથી હાલ અંગે કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાનું જણાવી વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે દવા પી લેનાર શખ્શો જમીનને અન્ય કોઇને બારોબાર વેચી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો. જમીન નહી વેચાતા તેઓએ દબાણમાં લેવા કૃત્યકર્યુ હોવાનું જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો