તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • સ્ક્રબ ટાયફસમાં ચાર દર્દીઓના લોહીના નમુના દિલ્હી મોકલાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ક્રબ ટાયફસમાં ચાર દર્દીઓના લોહીના નમુના દિલ્હી મોકલાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્ક્રબ ટાયફસ નામના તાવની ગંભીર પ્રકારની બિમારીથી દંપતીના મોતની ઘટનાના પગલે ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્રએ વાસન ગામમાં ધામા નાંખ્યા છે અને બિમારીનો ભોગ બનેલા પરિવારના અન્ય સભ્યો સહિત તાવની અસર ધરાવતા 4 દર્દીના લોહીના નમુના લઇને દિલ્હી મોકલવા કાર્યવાહી હાથ ધરી છે. વાસનમાં પહોંચેલી પશુ ચિકિત્સકની ટીમ દ્વારા કેટલાક ઢોરના લોહીના નમુના લેવાયા હતાં. તેને લેબોરેટરીમાં મોકલી ચકાસણી હાથ ધરવામાં આવી છે.

વાસન ગામના દિલીપસિંહ ચંદુજી વાઘેલા (ઉં-50) અને તેમના પત્ની રેખાબેન (ઉ-45)ના મોત બાદ જિલ્લા આરોગ્ય તંત્ર એકાએક હરકતમાં આવ્યુ હતું.

બે દર્દીના મોતની ઘટનામાં મેલેરિયા કારણભૂત હોવાની શંકાના આધારે જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા સ્ટાફે ફોગીંગ કર્યુ હતુ તેમજ મૃતકના પરિવારની નજીકમાં રહેતા અને તાવની અસર ધરાવતા દર્દીઓના લોહીના નમુના લઇ દિલ્હી ખાતેની લેબોરેટરીમાં મોકલી આપવા આદેશ કરાયો હતો.

ઢોરમાં જોવા મળતી જીવાતનો નાશ કર્યો

દૂધાળાસહિતના ઢોર (ગાય-ભેંસ)ના શરીર ઉપર દેખાતી ચાંચડ કે રોડન્ટ નામની જીવાતનો નાશ કરવા માટે પણ દવાનો ચંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ પશુના શરીર ઉપર વિવિધ પ્રકારની જીવાતના નમુના પણ લેવામાં આવ્યા છે. તેના આધારે તપાસ શરૂ કરાઇ છે કે સ્ક્રબ ટાયફસની બિમારી માટે તે કેટલા અંશે જવાબદાર છે. જો કેતે અંગેનો રિપોર્ટ 2 દિવસમાં મળશે.

સર્વેલન્સ સાથે સમગ્ર ગામમાં ફોગીંગ કરાયું

વાસનમાં ઢોરના લોહીના નમુના તપાસ માટે મોકલાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો