તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકસિત ગામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરતાલુકાના ઉવારસદ ગામની ગ્રામ પંચાયતની કેન્દ્ર સરકારના પંચાયતરાજ મંત્રાલયના સચિવ જે એસ માથુરે મુલાકાત લીધી હતી. ગ્રામ પંચાયતમાં સરકારની ઇ-ગ્રામ યોજના અંગે અધિકારીઓ અને સરપંચ પાસેથી જાણકારી મેળવી હતી. પંચાયતના અધતન સુવિધાઓથી સજ્જ ભવન અને ઇ-ગ્રામ સુવિધાથી પ્રભાવિત થયા હતાં. તેમણે કહ્યુ હતું કે ગ્રામ પંચાયતનું મોડલ અનોખુ છે.આ પ્રકારની ઇ-ગ્રામની સુવિધા અન્ય રાજ્યોમાં લાગુ કરવાનું આયોજન કરાશે.

ઉવારસદ ગામના સરપંચ બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે ઉવારસદ ગામની ઇ-ગ્રામ યોજનાની કાર્ય પદ્ધતિ અંગે કેન્દ્ર સરકારના સચિવ જે એસ માથુર મુલાકાત દરમિયાન એકાઉન્ટીંગ પ્રોજેક્ટ,આધુનિક સુવિધાથી સજ્જ અને પીપીપી મોડલથી તૈયાર થયેલા ભવન નિહાળ્યા બાદ તેનાથી પ્રાભાવિત થયા હતાં. ગામમાં ગ્રામ પંચાયત તરફથી ઇ-ગ્રામની સુવિધા પુરી પાડવામાં આવે છે. જેમાં લાઇટબીલની ચુકવણી, રેલ્વે ટીકીટ કરાવવી, ઇન્સ્યોરન્સ કલેક્શન, જનરલ ઇન્સ્યોરન્સ તેમજ ખેડુતોને ઇ-ખેડુત દ્વારા ખેતીને લગતી માહિતી આપવી તથા 7/12, 8-અના ઉતારા અંગેની તમામ કામગીરી કોમ્પ્યુટરથી સંચાલિત કરવામાં આવે છે.

ઉપરાંત ગામ અંગે ઝીણામાં ઝીણી માહિતી પણ કોમ્પ્યુટરના માધ્યમથી મેળવી શકાય છે. મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, જિલ્લા વિકાસ અધિકારી ડી પી દેસાઇ, નાયબ વિકાસ કમિશ્નર જે આર ડોડિયા, મદદનીશ વિકાસ કમિશશ્નર જે ગોહિલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

ગામમાં કઇ કઇ ઇ-ગ્રામ સેવા સુવિધા મળે છે

ઉવારસદગ્રામ પંચાયતમાં ઇ-ગ્રામ સેવાઓમાં સેવાઓમાં 7/12, 8-અ અને નં 6ના ઉતારા, જીઇબી બીલ કનેક્શન, આઇ ખેડૂત ઓનલાઇન રજીસ્ટ્રેશન, એન પી આર, જન્મ-મરણ ઓનલાઇન દાખલા તથા રેલ્વે ટીકીટ બુકીંગ એસટી બસ ટીકીટ બુકીંગ, મોબાઇલ રીચાર્જ, ડીટુએચ રીચાર્જ, ઇન્સ્યોરન્સ પ્રિમીયમ, જનરલ ઇન્સ્યોરન્સ, એગ્રો પ્રોડક્ટ ઓનલાઇન અને ઓજસ ઓનલાઇન એપ્લીકેશન સહિતની સુવિધાઓ આપવામાં આવે છે.

દેશભરમાં ઉવારસદ જેવી ઇ-ગ્રામ યોજના અમલી થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો