તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ધ્વજવંદન માટે આખું વર્ષ બચત કરીને યુવાન તિરંગાને કરે છે અદકેરી સલામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્વજવંદન માટે આખું વર્ષ બચત કરીને યુવાન તિરંગાને કરે છે અદકેરી સલામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વાતંત્ર્યપર્વ ૧પમી ઓગષ્ટની દેશના દરેક ખુણે સરકારી રાહે તો થતી હોય છે. પરંતુ દેશપ્રેમને કેટલાંક લોકો અલગ અંદાજથી મહેસુસ કરતા, કરાવતાં હોય છે. તેઓ લોક તહેવારો કરતા રાષ્ટ્રીય તહેવારને વધુ મહત્વ આપતા હોય છે. આવો એક દેશભક્ત પાટનગરમાં વસે છે. સેક્ટર-૨૧ ડિસ્ટ્રીક્ટ શોપીંગ સેન્ટરમાં પાન પાર્લર ચલાવતા યુવાન ઓમકારસિંહ આઇ ઠાકુરે પ્રતિ વર્ષની જેમ વર્ષે પણ જાહેર જનતાને સાથે રાખીને ત્રિરંગાને બા-અદબ સલામી આપવાનો કાર્યક્રમ રાખ્યો છે. ત્યારબાદ શુધ્ધ ઘીની ગરમ-ગરમ જલેબીની જ્યાફત રાખવામાં આવી છે.

ગુજરાતના પાટનગરમાં ત્રણ દાયકા અગાઉ પિતાની આંગળી પકડીને આવેલા ઓમકારસિંહે ગાંધીનગરને કર્મભૂમિ બનાવી છે. પહેલા પાનના ગલ્લા પાસે અને ત્યારબાદ શરૂ કરેલી દુકાન પાસે એમ બે દાયકાથી વધુ સમયથી તે સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી કરે છે. નાગરિકો અને ગ્રાહકોને સાથે રાખીને સત્તાવાર ધ્વજ વંદન કાર્યક્મ યોજે છે. ત્યારબાદ રસ્તા પરથી પસાર થતા આમ આદમીને પણ આગ્રહ કરીને જલેબી ખવડાવે છે. પ્રતિ વર્ષની ઉજવણી નગરમાં ખ્યાતિ મેળવી ચૂકી હોવાથી યુવાનો અને બાળકો અહીં રીતસર ઉમટી પડે છે.

ઉજવણીની શરૂઆત સવારથી દેશભક્તિના સુરીલા ગીતો વગાડવા સાથે થઇ જાય છે. સમયસર ધ્વજ વંદન બાદ યુવાન દ્વારા સ્વ ખર્ચે લાઇવ મ્યુઝિકલ પાર્ટી, બાળકોના ડાન્સ અને મીમીક્રીના કાર્યક્રમોની પણ જમાવટ કરવામાં આવે છે. ઓમકારસિંહ કહે છે કે, જોડે ઉભા રહીને દેશભકિત કરવાથી રાષ્ટ્રપ્રેમ તો વધે છે. સાથોસાથ જલેબી ખાઇને મ્હોં મીઠું કરવાથી લોકોના દિલમાંથી કડવાશ દુર થાય છે. મોંઘવારી વધવાની સાથે ઉજવણીનો ખર્ચ વધતો જાય છે. પરંતુ ઠાકુરની દેશ ભક્તિની સામે ખર્ચનો મુદ્દો ટકતો નથી. યુવાન 15મી ઓગસ્ટની ઉજવણી માટે વર્ષ દરમિયાન અલગથી બચત કરીને નાણાની વ્યવસ્થા કરી રાખે છે.

ઓમકારસિંહ ઠાકુર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો