તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી-ખાનગી શાળાની 25 ટીમના 250 જેટલા બાળકોએ ભાગ લીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
70માંસ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. 14મી ઓગસ્ટને રવિવારે ટાઉનહોલ સેકટર 17 ખાતે રાષ્ટ્રીય સમુહગાન પ્રતિયોગીતા યોજાઇ હતી. જેમાં ગાંધીનગરી વિવિધ સરકારી અને ખાનગી શાળાની 25 ટીમોના 250 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. તેમાં બાળકો દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્ર આરાધનાના ગીતોનું સમૂહમાં ગાન રજુ કર્યુ હતું.

ભારત વિકાસ પરિષદના પ્રમુખ ચંદ્રકાન્ત રાવલ જણાવે છે કે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા છેલ્લા 20 વર્ષથી આયોજન કરે છે. દેશમાં 70માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. શાળાના વિદ્યાર્થીઓમાં દેશ ભક્તિની ભાવના ઉજાગર થાય માટે ‘ચેતના કે સ્વર’ પુસ્તિકામાંથી પસંદ કરાયેલા સ્વર બધ્ધ દેશભક્તિના ગીતો વિદ્યાર્થીઓએ રજુ કર્યા હતાં. સ્પર્ધામાં વિજેતાના થનારા વિદ્યાર્થીઓ ઇનામથી સન્માનિત કરાયા હતાં. મોટી સંખ્યામાં શહેરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્ય ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો