તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાબેલીની લારીઓ પરથી અખાદ્ય બ્રેડ-પાઉંનો નાશ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરસાદીમાહોલના પગલે રોગચાળાની સ્થિતિ આવે નહીં તેના માટે મહાપાલિકા દ્વારા સર્વક્ષેત્રી કામગીરી શરૂ કરવામાં આવી છે. તેના અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીના આદેશના પગલે તંત્રની ફૂડ શાખા દ્વારા શહેરમાં ખાણી-પીણીની અને ખાસ કરીને દાબેલી અને વડાપાઉંનુ વેચાણ કરતા વેપારીઓની લારીઓ પર તપાસ કરવામાં આવતાં દરેક લારી પરથી અખાદ્ય બ્રેડ અને પાઉંનો ઉપરાંત લીલી અને લાલ ચટણીનો જથ્થો મળી આવતાં તેનો નાશ કરીને વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.

મહાપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરના જણાવવા પ્રમાણે સેક્ટર 11 અને સેક્ટર 16માં ખાણી પીણીની 13 લારીઓ પર અખાદ્ય પદાર્થો સંબંધે તપાસ કરવામાં આવી હતી. દરમિયાન બ્રેડ અને પાઉં તથા ચીઝ અને બટરનાં પેકિંગ પર મેન્યુફેક્ચરિંગ ડેટ અને બેચ નંબર તાપાસવામાં આવ્યા હતાં. તેમાં જે પેકેટ પરથી આવી માહિતી મળી હતી અને જેમાં ડેટ એક્સપાયર્ડ થઇ ગઇ હતી. તેવા પેકેટનો નાશ કરી દેવામાં આવ્યો હતો. ફૂડ શાખાની તપાસના દોરના પગલે લારીધારકોએ નાશભાગ મચાવી દીધી હતી.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે, તપાસ દરમિયાન દાબેલી અને વડાપાઉં, મસ્કાબન, સેન્ડવીચ, પરોઠા-શાક તથા ડબલ રોટી સહિતની લારીઓ પરથી અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી. ઉપરાંત 6 જેટલા વેપારીએ ફરજિયાત હોવા છતાં એપ્રન અને ટોપી પહેરેલા હતાં. તમામને ~ 100 દંડ કરીને સ્થળ પર વસૂલાત કરવાની સાથે તેમની પાસેથી મળેલી ખાદ્ય સામગ્રીનો નાશ કરી દેવાયો હતો. સમગ્ર મહાપાલિકા વિસ્તારમાં રોગચાળા સામેના આગોતરા અટકાયતી પગલા સ્વરૂપે ખાદ્ય સામગ્રી ચકાસણીની ઝંબેશ સતત ચાલુ રાખવામાં આવનાર છે.

નગરમાં ‘યાદ કરો કુરબાની’ ત્રિરંગા યાત્રા યોજાઇ

70માં સ્વાતંત્ર દિન નિમિત્તે તંત્ર દ્વારા ‘યાદ કરો કુરબાની’ કાર્યક્રમ અંતર્ગત ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયુ હતું. યાત્રા ટાઉન હોલ ખાતેથી નીકળીની માર્ગ પર થઇને સેકટર 11 ખાતે સભામાં ફેરવાઇ હતી. - ધાર્મિક ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો