તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૉ. સારાભાઇની જન્મતિથિએ સાયન્સ એક્ટિવીટીઝ યોજાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
12મીઓગસ્ટ 1919ના દિવસે જન્મેલા ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઇ, ભારતીય અવકાશીય સંશોધનના પ્રણેતા મનાય છે. ત્યારે નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા તેમની જન્મતિથીની ઉજવણીના ભાગરૂપે સાયન્સને લગતી પ્રવૃતિઓનું આયોજન કરાયુ હતું. જેમાં 14મી ઓગસ્ટે સવારે 9થી 12 વાગે સેન્ટર ખાતે પોપ્યુલર લેકચર, ડોક્યુમેન્ટરી ફિલ્મ શો અને નિબંધ લેખન સહિતની સ્પર્ધા યોજાઇ હતી. ડૉ.વિક્રમ સારાભાઇની જન્મતિથિ અંગે સંસ્થાના હાર્દિક મકવાણા કહ્યું કે ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓની સાથે સાયન્સ કલબના વિદ્યાર્થીઓ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નિબંધ લેખન સ્પર્ધા ‘21મી સદીમાં અંતરિક્ષ ક્ષેત્રે ભારતનું યોગદાન’ વિષય પર યોજાઇ જેમાં વિષયને અનુલક્ષીને વિદ્યાર્થીઓ નિબંધ લખ્યા હતાં. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. અનિલભાઇ પટેલ, વસંતભાઇ પટેલ હાજર રહ્યા હતાં. સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ આવનારને રૂપિયા 400, બીજા નંબરે આવનારને રૂપિયા 300 અને ત્રીજા નંબરે આવનારને રૂ.200નો રોકડ ઇનામ પુરસ્કાર અને પ્રમાણપત્ર અપાયા હતાં. ઉપરાંત ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અપાયા હતાં. ડૉ. વિક્રમ સારાભાઇના જીવન વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘અંતરીક્ષના પ્રણેતા ડૉ.વિક્રમ સારાભાઇ’ બતાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો