તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • વાઇબ્રન્ટ સમિટ 2017 પહેલાં સ્વર્ણિમ પાર્કને અંતિમ નિખાર અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઇબ્રન્ટ સમિટ-2017 પહેલાં સ્વર્ણિમ પાર્કને અંતિમ નિખાર અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટનગરમાંહાથ પર લેવાતી કોઇપણ યોજના વાઇબ્રન્ટ સમિટના નામે ઝડપભેર દોડતી થઇ જાય છે. સ્વર્ણિમ પાર્કના બીજા તબક્કાની કામગીરીની સમય મર્યાદા એક વર્ષની છે. પરંતુ જાન્યુઆરી-17માં મહાત્મા મંદિર પર યોજાનારી સમિટને ધ્યાને રાખીને શક્ય તેટલા કામો તેના પહેલા પુરા કરાશે. પાર્કની બીજા તબક્કાની કામગીરી માટે સરકારે જરૂરી ખર્ચ તાજેતરના બજેટમાં મંજુર કર્યો છે. અહીં ચિલ્ડ્રન પ્લાઝા, એક્સરસાઇઝ પ્લાઝા, સીટીંગ પ્લાઝા, ફૂડર્કોટ, વોક-વે, ગાર્ડન અને ફૂવારા આજે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યા છે.

ગાંધીનગરની કર્મચારીનગરની ઓળખ મીટાવવા તથા પાટનગર તરીકે અન્ય શહેરોથી અલગ ઓળખ ઉભી કરવા માટે રાજ્ય સરકારે કેપીટલ ડેવલપમેન્ટ અને સિટી બ્યુટીફિકેશન પ્રોજેક્ટ કરોડોના ખર્ચે હાથ પર લીધા છે. તે અંતર્ગત મહાત્મા મંદિરથી વિધાનસભા વચ્ચેની સેન્ટ્ર વિસ્ટાને સ્વર્ણિમ પાર્ક નામાભિધાન સાથે નવેસરથી વિકસાવાઇ રહી છે. રાજ્યના પાટનગર યોજના વિભાગના ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે સ્વર્ણિમ પાર્કનું બીજા તબક્કાનું કામ ખુબ ઝડપથી હાથ ધરવામાં આવ્યું છે અને નક્કી કરાયેલા ઉપરોક્ત કામો એક વર્ષની નિર્ધારિત સમય મર્યાદામાં તથા ઉચ્ચ ગુણવત્તાના માપદંડ જાળવવા સાથે પૂર્ણ કરી દેવામાં આવશે.

પાટનગરમાં ક્યાંય નથી તેવા ડિજીટલ લાઇટીંગ સાથેના ફૂવારા બનાવાશે. ઉપરાંત ફરવા આવતા નાગરિકો નિરાંતે બેસી શકે તે માટે બીજા તબક્કામાં પણ વધુ સીટીંગ પ્લાઝા બનાવાશે.

અહીં હળવી કસરતો કરી શકાય તે માટે જરૂરી સાધનોથી સજ્જ એક્સરસાઇઝ પ્લાઝા ઉભુ કરી દેવાયું છે, જેનો નાગરિકો વ્યાપક લાભ લઇ રહ્યાં છે. ઉપરાંત વોક-વેનું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે.

સહેલાણીઓની સગવડતા માટે અનોખી ફૂડર્કોટ તો બનશે અને અનોખો લેન્ડસ્કેપ ગાર્ડન અનેકવિધ પ્રકારના પ્લાન્ટેશન સાથે વિકસાવવામાં આવી રહ્યો છે. તમામ કામગીરી કરવા માટે ક્ષેત્રની અનુભવી એજન્સી નકકી કરીને તેને કામ સોંપી દેવામાં આવ્યું છે.

ચિલ્ડ્રન પ્લાઝામાં હરિયાળી ભૂલ ભલામણી

સ્વર્ણિમપાર્કમાં આવતા સહેલાણીઓના બાળકો ઘરે જવાનુ નામ લે તેવો ચિલ્ડ્રન પ્લાઝા અહીં આકાર પામવાનો છે. જેમાં ફિલ્મોમાં જોવા મળતી ફૂલછોડ અને વેલથી બનાવાતી લીલીછમ્મ ભૂલ ભૂલામણી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કેબલસ્ટેડ બ્રિજ અને વિન્ડમીલનું આકર્ષણ

મહાત્મામંદિર અને દાંડી કુટિરને જોડતો કેબલ સ્ટેડ બ્રિજ અને ગાંધી બાપુના રેંટિયાની પ્રતિકૃતિ સમાન વિન્ડમીલ પ્રોજેક્ટમાં નવા આકર્ષણ બની રહેવાના છે. બન્નેનું કામ પુર જોશમાં આગળ વધારવામાં આવી રહ્યું છે. પાટનગર યોજના વિભાગના ઇજનેર જતિન ઓઝાએ જણાવ્યું કે બન્ને કામ ગતિવાન બનાવાયા છે. વિન્ડ મીલ ચલાવીને વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવશે અને પરિસરની લાઇટ તેનાથી ચલાવવામાં આવશે. જ્યારે બ્રિજનો ઉપયોગ મહાત્મા મંદિરથી સીધા દાડી કુટિર જવા માટે કરવામાં આવશે.

વિકાસ| રાજ્ય સરકારે કેપીટલ ડેવલપમેન્ટ અને સિટી બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત કરોડોના ખર્ચના કામ હાથ પર લીધા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો