તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગરના પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરના પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશનીઆંતરીક સુરક્ષાની જવાબદારી સંભાળતી પોલીસ ફોર્સની કામગીરીને ધ્યાને લઇને સમયાંતરે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવે છે. જેમાં ગુજરાત પોલીસમાં સેવા આપતા 19 જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં આવેલી રાજય કક્ષાની કચેરીથી જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 6 જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવનાર છે.

રાજયનાં 19 જવાનોમાંથી 2જવાનોને વિશીષ્ઠ સેવા બદલ મેડલ અપાશે. જેમાં ગાંધીનગર સ્થિત સીઆઇડી ક્રાઇમ તથા રેલ્વેનાં ડીઆઇડી પ્રમોદકુમારનો સમાવેશ થયો છે. જયારે પ્રશસનીય કામગીરી બદલ પોલીસ મેડલ મેળવનારમાં ગાંધીનગર એલઆઇબીમાં ફરજ બજાવતા એએસઆઇ ભગવાનભાઇ પરમાર, ડીજીપી ઓફિસની વાયરલેશ ટેકનીકલ સર્વીસનાં ડીવાયએસપી એમ એમ ડામોર, કરાઇ પોલીસ અકાદમીનાં એએસઆઇ દશરથભાઇ સોલંકી, આઇબીનાં આઇઓ ડીએમ અગ્રાવત તથા જીએસ સૈનીને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે ગાંધીનગર જિલ્લાપોલીસ વિભાગમાં ચંદ્રક મેળવનાર એલઆઇબી જવાન ભગવાનભાઇ પરમાર એક છે. ગાંધીનગરમાં વિધાનસભા સત્રથી વિવિધ સરકારી કાર્યક્રમોમાં બંદોબસ્ત સ્કીમ બનાવવાની કામગીરી ભગવાનભાઇ દ્વારા કરાય છે.

દશરથભાઇ સોલંકી

ભગવાનભાઇ પરમાર

ડી.એમ.અગ્રાવત

એમ.એમ.ડામોર

જી.એસ.સૈની

પ્રમોદકુમાર,ડીજીપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો