• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • દિલ્હીમાં ગણતંત્ર દિવસે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ કેડેટ્સનું ગવર્નર દ્વારા સન્માન

દિલ્હીમાં ગણતંત્ર દિવસે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ કેડેટ્સનું ગવર્નર દ્વારા સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીમાં68માં ગણતંત્ર દિવસની શિબિરમાં ગુજરાતના એનસીસી કેડેટ્સની ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. સ્નેહ સંમેલનમાં સારી કામગીરી કરનાર તમામ એનસીસી કેડેટ્સનું રાજ્યપાલ પી કોહલીના હસ્તે સન્માન કરાયું હતું. સમારંભમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિનની શિબિરમાં પ્રતિનિધિત્વ કરનાર એનસીસીના વિદ્યાર્થીઓએ રાજ્યની ગરિમા વધારી છે. એનસીસી સંગઠન યુવાનોમાં વ્યક્તિત્વ વિકાસ અને નેતૃત્વ નિર્માણ સાથે ચારિત્ર્ય ઘડતર થાય, શિસ્ત અને રાષ્ટ્ર ભાવના તથા સમાજ સેવાની ભાવના ખિલે તેવા પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યું છે.

એનસીસી નિર્દેશાલય દ્વારા રક્તદાન શિબિર,ડિજિટલ સાક્ષરતા તથા સ્વચ્છતા અભિયાનમાં એનસીસી કેડેટ્સ સહભાગી બને તેવા પ્રયાસો કરવા જોઇએ. તેમણે શિબિરમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતાં. એનસીસી ગુજરાતના મેજર જનરલ સુભાષ શરણના નેતૃત્વમાં ભાનગરથી ઓખા સુધી 40 એનસીસી કેડેટ્સ સાહસિક નૌકાયાન અભિયાનનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમ રજુ કરાયો હતો. સમારોહમાં એનસીસીના ત્રણે પાંખના વરિષ્ઠ અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...