સરકારનુ જુઠ્ઠાણું : સિવિલમાં રૂપિયા ખંખેરાયા નથી !

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરસિવિલ સત્તાધિશો સરકારને અને આરોગ્ય વિભાગને અંધારામાં રાખી રહ્યા છે. ગત 11 ઓગસ્ટ 2016ના રોજ સિવિલમાં પ્રસુતાઓ પાસેથી આયાઓ દ્વારા દિકરો જન્મે કે દિકરી પરંતુ મનફાવે તેમ રૂપિયા ખંખેરવામાં આવતા હતા. જેના કારણે પ્રસુતાઓના પરિવારજનો દ્વારા દિવ્ય ભાસ્કરનો સંપર્ક કરતા આખુ કૌંભાડ પ્રકાશમાં લાવવામાં આવ્યુ હતું. જેના પડઘા બીજા દિવસે પડતા સિવિલ સત્તાધિશ દ્વારા આયાઓની અન્ય વોર્ડમાં બદલી નાખવામા આવી હતી.

તેરમી વિધાનસભાનુ 11મુ સત્ર બુધવારે મહાત્મા મંદિરમાં મળ્યુ હતુ. જેમાં ગાંધીનગર સિવિલમાં આયાઓ દ્વારા પ્રસુતાઓ પાસેથી રૂપિયા ખંખેરવામાં આવતા હોવાનો સવાલ પ્રાંતિજના કોંગી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ અતારાંકીત પ્રશ્નોત્તરીમા કર્યો હતો. ત્યારે સવાલના જવાબમાં આરોગ્ય મંત્રી દ્વારા જવાબમાં કહ્યુ કે પ્રકારનો કોઇ બનાવ ગાંધીનગર સિવિલમાં બન્યો નથી.

ગેરકાયદે પ્રવૃતિ કરનાર કેટલા આરોગ્ય કર્મચારીઓ સામે શા પગલા લેવામાં આવ્યા તેના જવાબમાં કહ્યુ કે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

બનાવને પગલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા આયાઓની તાત્કાલિક અસરથી અન્ય વોર્ડમાં બદલી કરી દેવામાં આવી હતી અને તે પણ બનાવ જગ જાહેર હોવા છતા ક્યાંક સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા સરકારને અને આરોગ્ય મંત્રીને અંધારામાં રાખવામાં આવ્યા છે અથવા તો આરોગ્યમંત્રી પોતાની સરકારની શાખ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવુ સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે.

12 ઓગસ્ટ, 2016ના રોજ અહેવાલ પ્રગટ થયો હતો.

પ્રાંતિજ કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં કહ્યુ આવો કોઇ બનાવ બન્યો નથી

અન્ય સમાચારો પણ છે...