• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Gandhinagar
  • Gandhinagar - નેશનલ હેલ્થ મિશનનાં કર્મીઓનાં પગાર રોકવા મુદ્દે મૌન રેલી, 350ની અટક

નેશનલ હેલ્થ મિશનનાં કર્મીઓનાં પગાર રોકવા મુદ્દે મૌન રેલી, 350ની અટક

ગાંધીનગર | કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકાર સાથેનાં સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં મેડીકલ સેવા પુરી પાડવા ચલાવવામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:24 AM
Gandhinagar - નેશનલ હેલ્થ મિશનનાં કર્મીઓનાં પગાર રોકવા મુદ્દે મૌન રેલી, 350ની અટક
ગાંધીનગર | કેન્દ્ર સરકાર દ્વારા રાજય સરકાર સાથેનાં સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં મેડીકલ સેવા પુરી પાડવા ચલાવવામાં આવતા નેશનલ હેલ્થ મિશન (એનએચએમ)ચલાવવામાં આવે છે. એનએચએમમાં કામ કરતા આયુષ તબીબોથી માંડીને સ્ટાફ નર્સ સુધીનાં પગાર વધારાનો મુદ્દો ઘોંસમાં પડ્યો છે. પગાર વધારો જાહેર કર્યા બાદ પરત ખેંચી લીધો હતો. જે વધારો ફરીથી આપવામાં ન આવતા આરોગ્યની મહત્વની સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓમાં રોષ ભભુક્યો છે.

મે માસમાં પગાર વધારો જાહેર કર્યા બાદ પાછો ખેચી લેતા રોષ

શુક્રવારે ગાંધીનગરમાં આ મુદ્દે મૌન રેલી કરવા આવેલા 350 જેટલા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હતી. નેશનલ રૂરલ હેલ્થ મિશન અંતર્ગત રાજયનાં ગ્રામ્ય વિસ્તારોનાં પીએસસી તથા બ્લોકનાં દવાખાનાઓમાં આરોગ્યને લગતી સેવાઓ આવતા આયુષ મેડીકલ ઓફિસર્સ, પીએસસી એકાઉન્ટન્ટ, બ્લોક એકાઉન્ટન્ટ, બ્લોક એમએનજી, સ્ટાફ નર્સીંસ તથા સ્ટાફ બ્રધર્સ સહિતનાં કર્મચારીઓ ગાંધીનગરમાં વગર મંજુરીએ યોજવામાં આવેલી મૌન રેલીમાં રાજયભરમાંથી જોડાયા હતા. નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ ગુજરાત દ્વારા ગાંધીનગરમાં પોતાની માંગણીને લઇને ગાંધી ચિંધ્યા માર્ગે પ્રદર્શનનો આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. મંડળનાં પ્રમુખ વિનોદભાઇ પંડ્યાનાં જણાવ્યાનુંસાર ગત તા 28મી મેનાં રોજ તમામ કર્મચારીઓને લોયલ્ટી બોનસ સાથેનો સિનીયોરીટી વાઇઝ પગાર વધારો જાહેર કરી દેવાયો હતો.

પગાર વધારાના વિરોધમાં ધરણા પ્રદર્શન થયું હતું. તસવીર: કલ્પેશ ભટ્ટ

X
Gandhinagar - નેશનલ હેલ્થ મિશનનાં કર્મીઓનાં પગાર રોકવા મુદ્દે મૌન રેલી, 350ની અટક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App