હડતાળો પર સુપ્રિમની પાબંદી સામે વકીલોમાં રોષ, દેખાવો થશે

ગુજરાત બાર કાઉન્સીલ પણ વિરૂધ્ધમાં, દિલ્હી જવાનુ એલાન

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:24 AM
Gandhinagar - હડતાળો પર સુપ્રિમની પાબંદી સામે વકીલોમાં રોષ, દેખાવો થશે
વકીલો દ્વારા કોઇ ઘટના કે મુદ્દાને લઇને કોર્ટનાં કામકાજથી અળગા રહીને કરવામાં આવતી હડતાળનાં કારણે ઘણી વખત કોર્ટની કામગીરી પણ અટકી પડતી હોય છે. ત્યારે સુપ્રિમ કોર્ટમાં આવેલા ક્રિષ્નકાંત તમરાકર વર્સીસ મધ્યપ્રદેશ રાજય સરકારનાં કેસનાં ચુકાદામાં સુપ્રિમે વકીલોની હડતાળો પર અંકુશ મુક્યો છે. જેની સામે દેશભરમાં વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા તા 17મી સપ્ટેમ્બરે સ્થાનિક કક્ષાએ આ પાબંધી સામે જાગૃતિ અભિયાન તથા વિરોધ સુત્રોચ્ચારનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.

ગુજરાત બાર કાઉન્સીલની રૂલ્સ કમિટીનાં ચેરમેન અને ગાંધીનગરનાં સિનિયર વકિલ શંકરસિંહ ગોહીલએ અખબારી યાદીમાં જણાવ્યુ છે કે સુપ્રિમ કોર્ટનાં આ ચુકાદાને લઇને દેશભરમાં વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વકીલોનાં મુળભુત અધિકારો પર પ્રહાર કરતા આ ચુકાદા સામે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ હવે આ મામલે દેશનાં તમામ રાજયોમાં વકીલોમાં જાણકારી અને જાગૃકતા લાવવા તા 17મી સપ્ટેમ્બરથી જાગૃતિ અભિયાન છેડવા ગુજરાત બાર કાઉન્સીલ સહિત દેશનાં તમામ વકીલ મંડળોને હાકલ કરી છે. જે અંતર્ગત જીબીસી દ્વારા ગુજરાતનાં વકીલો માટે આગામી તા 17મીએ કાર્યક્રમની જાહેરાત કરાઇ છે. જેમાં રાજયની તમામ જિલ્લા તથા તાલુકા કોર્ટોમાંવકીલો દ્વારા સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવશે. જયારે ઓક્ટોબરમાં દેશભરમાંથી વકીલો સુપ્રિમ કોર્ટ તથા સંસદ ખાતે એકત્ર થઇને વિરોધ કાર્યક્રમો આપશે. 17મી સપ્ટેમ્બરમાં સુત્રોચ્ચાર સાથે સ્થાનિક કક્ષાએ પ્રદર્શન કરીને ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન જજ, કલેકટર, મામલદાર તથા તાલુકા કક્ષાએ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ (ફ.ક.)ને આવેદન અપાશે. જેમાં ગાંધીનગરનાં વકીલો પણ જોડાશે. બાદમાં ધારાસભ્યો તથા મુખ્યમંત્રીને દરમિયાનગીરી કરવા આવેદન અપાશે.

X
Gandhinagar - હડતાળો પર સુપ્રિમની પાબંદી સામે વકીલોમાં રોષ, દેખાવો થશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App