• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Gandhinagar
  • Gandhinagar - અંબાજીનાં પદયાત્રીઓ માટે જિલ્લા પંચાયત 15 જેટલા સેવા કેમ્પ કરશે

અંબાજીનાં પદયાત્રીઓ માટે જિલ્લા પંચાયત 15 જેટલા સેવા કેમ્પ કરશે

અનેક પદયાત્રીઓથી જિલ્લાનાં માર્ગો પર ધસારો વધશે

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:23 AM
Gandhinagar - અંબાજીનાં પદયાત્રીઓ માટે જિલ્લા પંચાયત 15 જેટલા સેવા કેમ્પ કરશે
ભાદરવી પુનમે મા જગદંબાનાં પવિત્ર સ્થાનક અંબાજી ખાતે ભરાતા માતાજીનાં મેળામાં ભાગ લેવા જતા પદયાત્રીઓની સુવિધાઓ તથા સારવાર માટે ગાંધીનગર જિલ્લાનાં નાગરીકો ખુલ્લા હાથે અને ખુલ્લા દિલે સહાય કરે છે. ત્યારે જિલ્લાનું સરકારી તંત્ર પણ પદયાત્રીઓને મેડીકલ સેવા આપે છે. જિલ્લા પંચાયતેથી શુક્રવારે 2 મેડીકલ વાનોને લીલીઝંડી આપવામાં આવી હતી.

અમદાવાદ તથા મધ્ય ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તારોનાં અંબાજી જતા પદયાત્રી ગાંધીનગર જિલ્લાનાં માર્ગો પરથી પસાર થવાનાં શરૂ થતા ગામડાઓમાં ગ્રામજનો તથા શહેરી વિસ્તારમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા ચા-નાસ્તા, આરામ તથા સારવાર માટે કેમ્પો શરૂ કરવામાં આવી રહ્યા છે. ભાદરવામાં બિમારીની સિઝન વચ્ચે પદયાત્રીઓનાં આરોગ્યની કાળજી લેવા માટે જિલ્લા પંચાયત તથા આરોગ્ય વિભાગ દ્વારા મેડીકલની સેવા આપવા માટે બે મેડીકલ વાનોને મોકલવામાં આવી છે. જિલ્લા પંચાયતથી લીલીઝંડી અપાઈ હતી. જરૂરી દવાઓ તથા તબીબ સહિતનાં સ્ટાફ સાથેની આ મેડીકલ વાનો માફરતે જિલ્લાનાં જુદા જુદા વિસ્તારોમાં 15 મેડીકલ કેમ્પ યોજીને યાત્રીકોની સેવા કરવામાં આવશે.

ચ માર્ગ પર સારવાર કેન્દ્રો શરૂ કરાશે

ગાંધીનગર જિલ્લા આયુર્વેદીક વિભાગ દ્વારા પણ પદયાત્રીઓની સુશ્રુષા અર્થે ગાંધીનગર તાલુકાનાં ગીયોડ ગામે તથા ચ માર્ગ પર સારવાર કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જિલ્લા આયુર્વેદીક અધિકારી ડો ભાવનાબેન પટેલનાં જણાવ્યાનુંસાર ડીડીઓ હિતેષ કોયા તથા આરોગ્ય સમિતીનાં ચેરમેનનાં હસ્તે ખુલ્લા મુકાયા હતા. ડીએચઓ ડો એમ એસ સોલંકી પણ હાજર રહ્યા હતા.

X
Gandhinagar - અંબાજીનાં પદયાત્રીઓ માટે જિલ્લા પંચાયત 15 જેટલા સેવા કેમ્પ કરશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App