ડેકોર 2018માં દેશભરના એક્ઝીબિટર્સ હાજરી આપશે

17મીએ રેલીમાં 150 ફોર અને ટુ વ્હિલ વાહનો જોડાશે

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:23 AM
Gandhinagar - ડેકોર 2018માં દેશભરના એક્ઝીબિટર્સ હાજરી આપશે
મહાત્મા મંદિર ખાતે આગામી તારીખ 17 અને 18મી સપ્ટેમ્બરે કેપિટલ ડેકોર 2018 નામથી અધિવેશન સાથે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દેશભરમાંથી 5 હજાર ઉપરાંત મંડપ ડેકોર, ફર્નિચર, કેટરર્સ, સાઉન્ડ અને લાઇટીંગના ધંધાર્થીઓ ઉપસ્થિત રહેવાના છે. પ્રથમ દિવસે સવારે 9 કલાકે ઘ 2 સર્કલથી મહાત્મા મંદિર સુધી 100 કાર સહિત વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

મંડપ હાયરર્સ ઇલેક્ટ્રીકલ એસોસીએશન ગાંધીનગરના પ્રમુખ નરેશભાઇ દવેએ જણાવ્યું કે 26મું અધિવેશન તારીખે 17મીથી બે દિવસ માટે યોજાવાનું છે. તેના પહેલા વર્ષ 2000ની સાલમાં 10મુ અધિવેશન ગાંધીનગરમાં યોજાયુ હતું. તેમાં દેશભરમાંથી મંડપ ડેકોરેટર્સ, ફ્લાવરીસ્ટ, હોલના સંચાલકો અને ઇવેન્ટ મેનેજમેન્ટના સંચાલકો ઉપસ્થિત રહેવાના છે.

અહીં આ ઉદ્યોગમાં નવી ટેકનોલોજીના નવા આવિસ્કાર રજુ કરવામાં આવશે. તારીખ 18મીએ સવારે બ્લડ ડોનેશન કેમ્પ તથા રાત્રે સાંસ્કૃત્તિક કાર્યક્રમના આયોજન પણ કરવામાં આવ્યા છે.પ્રથમ દિવસે સવારે 9 કલાકે ઘ 2 સર્કલથી મહાત્મા મંદિર સુધી 100 કાર સહિત વાહન રેલીનું આયોજન થયુ છે.

X
Gandhinagar - ડેકોર 2018માં દેશભરના એક્ઝીબિટર્સ હાજરી આપશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App