GEBનાં કેબલ ચોરી જનારા 2 શખસ આખરે ઝડપાઈ ગયા

પ્લાસ્ટિકમાં એલ્યુમિનીયમ વાયરો દાટેલા છે

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:23 AM
Gandhinagar - GEBનાં કેબલ ચોરી જનારા 2 શખસ આખરે ઝડપાઈ ગયા
ઉતર ગુજરાત વિજ કંપનીનાં અડાલજ પેટા વિભાગ કચેરીમાં ફરજ બજાવતા હિતેન્દ્રભાઇ શાહ દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી કે અડાલજ સબ સ્ટેશનથી અદાણી ફીડર લાઇનમાં પાવર આપવા અમુક અંતરે પ્લાસ્ટીકનાં કવરમાં એલ્યુમિનીયમનાં વાયરો જમીનમાં દાટવામાં આવેલા છે. ફરીયાદનાં આધારે પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન ગાંધીનગર એલસીબી પીએસઆઇ એચ કે સોલંકીની ટીમ આ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે અહેકો સુરેશકુમારને મળેલી બાતમીનાં આધારે કેનાલ પાસેનાં રોડ પર વોચ ગોઠવીને આ કેબલ ચોરીને કંતાનનાં થેલામાં લઇ જતા વિક્રમસિંહ ઉર્ફે ટોલો ભૈરવસિંહ રાજપુત તથા સુરેશ બુધાજી દંતાણીને ઝડપી લીધા હતા.

X
Gandhinagar - GEBનાં કેબલ ચોરી જનારા 2 શખસ આખરે ઝડપાઈ ગયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App