સેકટર- 22 ગણેશ મહોત્સવમાં ધર્મના વડાઓ સાથે આવતા કોમી વાતાવરણ

મુખ્ય સચિવ સિંઘે કડી સ્કૂલના બાળકોએ પરફોર્મન્સ રજુ કરી દંગ કરી દીધા

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:23 AM
Gandhinagar - સેકટર- 22 ગણેશ મહોત્સવમાં ધર્મના વડાઓ સાથે આવતા કોમી વાતાવરણ
પાટનગરમાં શ્રીજીનુ સ્થાપન કરાયુ છે. ત્યારે શહેરના સેક્ટર 22 રંગમંચમાં બિરાજાયેલા ગાંધીનગર ચા રાજાના પંડાલમાં પહેલા દિવસે કોમી એખલાસનુ વાતાવરણ સર્જાયુ હતુ. રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો રંગારંગ આરંભ કરાયો હતો. કડી સંકુલની શાળાના બાળકોએ ભાઇચારાની ભાવના બતાવતી ઝાંખી રજૂ કરી હતી. જ્યારે હિંદુ, મુસ્લિમ, શીખ અને ઇસાઇ સમાજના ધર્મના વડાઓ હાજર રહ્યા હતા.

સેક્ટર 22 સાર્વજનિક ગણેશ મહોત્સવના અધ્યક્ષ નીશિત વ્યાસે કહ્યુ કે ગાંધીનગરમાં છેલ્લા 49 વર્ષથી ગાંધીનગર ચા રાજાને બિરાજમાન કરાય છે. ત્યારે પહેલા દિવસે રાજ્યના મુખ્ય સચિવ સહિત વિવિધ ધર્મના વડાઓ હાજર રહ્યા હતા.બાળકોએ ભાઇચારાની ભાવના બતાવતી ઝાંખી રજૂ કરી હતી.

શ્રમજીવી પરિવારના બાળકો આજે ટેલેન્ટ બતાવશે

સે-22 રંગમંચમાં ગણેશ મહોત્સવ દરમિયાન રોજ કાર્યક્રમ યોજાય છે. ત્યારે આજે શનિવારે શહેરની સરકારી શાળામાં અભ્યાસ કરતા શ્રમજીવીઓના બાળકો ટેલેન્ટ રજૂ કરશે. વિવિધ વિષય પર બાળકોનો ટેલેન્ટ શો યોજાશે.

X
Gandhinagar - સેકટર- 22 ગણેશ મહોત્સવમાં ધર્મના વડાઓ સાથે આવતા કોમી વાતાવરણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App