સેકટર 5-બીમાં રૂ. 2.23 લાખની મત્તા સાથે 6 જુગારી ઝડપાયા

સલીમખાન પઠાણ પોતાનાં જ મકાનમાં બોર્ડ ચલાવતો હતો

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:22 AM
Gandhinagar - સેકટર 5-બીમાં રૂ. 2.23 લાખની મત્તા સાથે 6 જુગારી ઝડપાયા
ગાંધીનગર શહેરનાં સેકટરોમાં શ્રાવણ માસ બાદ ભાદરવામાં પણ જુગારની હાટડીઓ ધમધમી રહી છે. ત્યારે સેકટર 7 પોલીસની ટીમે બાતમીનાં આધારે સેકટર 5બીમાં દરોડો પાડીને સલીમખાન પઠાણ નામનાં શખ્સનાં ઘરમાં ચાલતુ જુગારધામ ઝડપી પાડ્યુ હતુ. પોલીસે રૂ.2.23 લાખનાં મુદ્દામાલ સાથે જુગાર રમાડનાર સલીમખાન સહિત 6 શખ્સોને ઝડપી લીધા હતા.

સેકટર 7 પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર ગણેશ ચતુર્થીનાં તહેવાર નિમીતે પોલીસ સેકટરોમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે સેકટર 5માં ઝકરીયા મસ્જીદ પાસે પહોચતા સેકટર 5બીમાં પ્લોટ નં 1506/02 ખાતે રહેતો સલીમખાન રસીદખાન પઠાણ પોતાનાં ઘરમાં જુગાર રમાડતો હોવાની બાતમી પીએસઆઇ ડી ડી ઝાલાની ટીમનાં પોલીસ કોન્સ્ટેબલ સૈતાનસિંહને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અંદરથી બંધ મકાનનો દરવાજો ખખડાવતા સલીમખાન દરવાજો ખોલતા પોલીસે અંદર જઇને જોતા જુગાર રમાઇ રહ્યો હતો. પોલીસે જુગાર રમી રહેલા હિતેષ કનૈયાલાલ બ્રહ્મભટ્ટ (રહે સેકટર 5બી), નફીસ રહેમતખાન ચૌહાણ (રહે સેકટર 5બી), બ્રિજેશ લક્ષ્મણભાઇ પરમાર (રહે સેકટર 3સી), કિરીટસિંહ મંગળસિંહ વાઘેલા(રહે સેકટર 5બી), તૌસિફ અનવર શેખ (રહે વાવોલ, તરપોજવાસ) તથા જુગાર રમી રમાડનાર સલીમખાન પઠાણની ધરપકડ કરી હતી. દરોડામાં દાવ પરથી તથા આરોપીઓની અંગઝડતીમાંથી રૂ.37450ની રોકડ, 4 મોબાઇલ તથા 4 વાહનો મળીને કુલ રૂ.2,23,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

X
Gandhinagar - સેકટર 5-બીમાં રૂ. 2.23 લાખની મત્તા સાથે 6 જુગારી ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App