કલોલમાં 2600ની રોકડ સાથે જુગારી ઝડપાયો

કલોલમાં વરલી મટકાનો જુગાર માટે કુખ્યાત પુલના છેડા પાસે પોલીસે દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને ઝડપી...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:22 AM
Gandhinagar - કલોલમાં 2600ની રોકડ સાથે જુગારી ઝડપાયો
કલોલમાં વરલી મટકાનો જુગાર માટે કુખ્યાત પુલના છેડા પાસે પોલીસે દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને ઝડપી લીધો હતો.

કલ્યાણપુરાના શાકમાર્કેટ પાસે પુલના છેડે જુગાર રમાય છે, તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમાડતા રમણજી શંકાજી ઠાકોરને ઝડપી લીધો હતો. પોલીસે રમણજીને રોકડા રૂ. 2600 સાથે પકડી લઇ તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કલોલમાં અગાઉ પણ આવા કેટલાક જુગારીઓ પકડાઈ ચુક્યા છે, છતાં હજુ આવી પ્રવૃત્તિ પર કોઈ અંકુશ આવતો નથી.

X
Gandhinagar - કલોલમાં 2600ની રોકડ સાથે જુગારી ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App