Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » Gandhinagar - માલ્યા મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા નાણામંત્રી અરૂણ જેટલીનાં પુતળાનું દહન કરાયું

માલ્યા મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા નાણામંત્રી અરૂણ જેટલીનાં પુતળાનું દહન કરાયું

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:21 AM

ગાંધીનગર | પેટ્રોલમાં મોંધવારી બાદ કોંગ્રેસને કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી તથા ભાગેડુ વિજય માલ્યા વચ્ચે...

  • Gandhinagar - માલ્યા મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા નાણામંત્રી અરૂણ જેટલીનાં પુતળાનું દહન કરાયું
    ગાંધીનગર | પેટ્રોલમાં મોંધવારી બાદ કોંગ્રેસને કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી તથા ભાગેડુ વિજય માલ્યા વચ્ચે વાતચીતનો મુદ્દો મળી ગયો છે. ત્યારે ગાંધીનગર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસી આગેવાનોને સાથે રાખીને શુક્રવારે જિલ્લા પંચાયત ખાતે જેટલીનાં પુતળાનું દહન કરવામાં આવ્યુ હતુ. જો કે પોલીસની બીકે પુતળા દહનનો કાર્યક્રમ જાહેર કર્યા વગર જ પુર્ણ કર્યા બાદ પુતળુ બાળ્યુ હોવાનું જાહેર કર્યુ હતુ. પોલીસને ખબર પડે તે પહેલા જ કાર્યક્રમ પતાવી દેવાયો હતો.

    પોલીસની બીકે પૂતળું સળગાવ્યા બાદ જાહેર કર્યુ કે અમે સળગાવ્યુ!

    દેવાદાર ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા દ્વારા બ્રિટન કોર્ટમાં કરવામાં આવેલા સોગંદનામામાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીને ભાગતા પહેલા સેટલમેન્ટ મુદ્દે વાત કરવા મળ્યો હોવાનું જાહેર કર્યા બાદ કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પુર્વે કેન્દ્રની ભાજપ સરકારને ઘેરવાનો વધુ એક મુદ્દો મળી ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આ મુદ્દે નાણામંત્રી અરૂણ જેટલીનું રાજીનામું માંગવામાં આવ્યુ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ આ મુદ્દાને લઇને વિરોધ પ્રદર્શનનાં કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે શુક્રવારે ગાંધીનગરમાં જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત કેમ્પસ તથા ચિલોડામાં અરૂણ જેટલીનાં પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે વિરોધ પ્રદર્શનનો કોઇ કાર્યક્રમ કરવાનો હોય ત્યારે કોંગ્રેસ દ્વારા પહેલાથી જાહેરાત કરવામાં આવે છે. પરંતુ અરૂણ જેટલીનાં પુતળા દહનનો કાર્યક્રમ જાહેર થાય તો પોલીસ કરવા દે તેમ ન હોવાથી અંદરો અંદર ભેગા થઇને પુતળુ સળગાવી લીધુ હતુ અને બાદમાં આ પ્રકારનો કાર્યક્રમ કર્યો હોવાનું જાહેર કર્યુ હતુ. જિલ્લા યુથ કોંગ્રેસનાં પ્રમુખ જીતેન્દ્રસિંહની આગેવાનીમાં કરવામાં આવેલા આ કાર્યક્રમમમાં જિલ્લા કોંગ્રેસ સમિતીનાં પ્રમુખ સુર્યસિંહ ડાભી સહિતનાં મોવડીઓ પણ હાજર રહ્યા હતા.

    ગાંધીનગર જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા પ્રમુખ જીતેન્દ્રસિંહ સોલંકીની આગેવાનીમાં વિજય માલ્યા અને અરુણ જેટલી ની મિટિંગનો વિરોધ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ