પેથાપુરમાં જુગાર રમતા 5 પકડાયા

જિલ્લામાં દારૂબંધી તથા જુગાર સામે પોલીસને કડક આદેશ કર્યા બાદ સ્થિતી ઘણી કાબુમાં આવી હતી.પરંતુ ફરી ગ્રામ્ય...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:21 AM
Gandhinagar - પેથાપુરમાં જુગાર રમતા 5 પકડાયા
જિલ્લામાં દારૂબંધી તથા જુગાર સામે પોલીસને કડક આદેશ કર્યા બાદ સ્થિતી ઘણી કાબુમાં આવી હતી.પરંતુ ફરી ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની પ્રવૃતિ વધી રહી છે. ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે પેથાપુરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીને 4 જુગારીઓને ઝડપી લીધા હતા.

પીએસઆઇ એચ કે સોલંકીની ટીમ પેથાપુર ચરેડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે પેથાપુર કસ્બામાં રહેતો મુસ્તુફાખાન બાબુખાન પઠાણ પોતાનાં ઘરે જુગારીઓને બોલાવીને જુગાર રમાડતો હોવાની બાતમી એએસઆઇ હજારસિંહને મળી હતી. જેનાં આધારે દરોડો પાડતા ઉપરનાં માળે જુગાર રમાડી રમી રહેલો મુસ્તુફાખાન પઠાણ તેમજ બહાદુરસિંહ નટુભા ગોહીલ (રહે સેકટર 2બી,ગાંધીનગર),મનોજ ભીમાજી ઠાકોર (રહે લવારપુર), લાલા ગોપાલભાઇ મદ્રાસી (રહે જીઇબી કોલોની, ગાંધીનગર)તથા કીરીટસિંહ પૃથ્વીસિંહ ઝાલા (રહે પેથાપુર) ઝડપાઇ ગયાહતા. પોલીસે દાવ પરથી તથા આરોપીઓની અંગઝડતીમાંથી રૂ.12720ની રોકડ, એક મોબાઇલ તથા એક એક્ટીવા મળીને કુલ રૂ.33220નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

X
Gandhinagar - પેથાપુરમાં જુગાર રમતા 5 પકડાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App