તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • યુનિ.માં ભ્રષ્ટાચાર મામલે બે ઇજનેર સસ્પેન્ડ, કોન્ટ્રાકટરોને દંડની નોટીસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.માં ભ્રષ્ટાચાર મામલે બે ઇજનેર સસ્પેન્ડ, કોન્ટ્રાકટરોને દંડની નોટીસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ચકચારી કન્વેન્સન સેન્ટર આર્કિટેક ફેજ-2, સિલ્વર જ્યુબિલી પાર્ક તેમજ ગેસ્ટ હાઉસના કામોની ગેરરીતી અને વધારા અધધધ ચુકવવા મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયયું છે જેમાં તપાસ કમીટીના અહેવાલને પગલે યુનિવર્સિટીના નાયબ કાર્યપાલક ઇજનેર ભૂપેન્દ્ર પટેલ અને કે.બી.ગજજરને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી કારણ દર્શક નોટીસ આપી ખુલાસા માંગવામાં આવ્યા છે તેમજ કોન્ટ્રાકટરોને ચુકવાયેલા વધારાના નાણા દંડનીય વ્યાજ સાથે વસુલ કરવા સબંધીતો સામે નોટીસો છોડવાનો નિર્ણય કારોબારી બેઠકમાં લેવાયો હતો.

યુનિવર્સિટી ખાતે કુલપતિ ડો.બી.એ. પ્રજાપતિના અધ્યક્ષ પદે મળેલી ઇસીની બેઠકમાં વર્ષ 2011-12 માં સત્યમ્ કન્સ્ટ્રકશન મહેસાણા દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં બનાવેલા કન્વેન્શન સેન્ટર, આર્કિટેક ફેઝ- 2 તેમજ સિલ્વર જ્યુબીલીપાર્કની કામગીરીમાં વધારે કામો દર્શાવી ગેરરીતી કરાઇ હતી.

કે.આર.સવાણી કન્સ્ટ્રકશન ગાંધીનગર ધ્વારા બનાવેલ ગેસ્ટ હાઉસની કામગીરીમાંગેરરીતી આચરવામાં અાવી હતી જેને લઇ પૂર્વ સચીવ પી.કે.લહેરીના નેતૃત્વમાં રચાયેલી ઇન્કવાયરી કમીટીના રીપોર્ટ ગત કારોબારી સભામાં રજુ કરાયા હતા પરંતુ ઇજારદારોએ અસંમતિ દર્શાવતા તમામ કામના માપ ફરીથી તેમને સાથે રાખી લઇ તેઓની સહિઓ લેવાઇ હતી જે પુન:માપણીમાં કન્વેન્સન સેન્ટરની કામગીરીમાં રૂ.1,21,30,470 ,આર્કિટેક ફેજ- 2 માં રૂ.38.64292.22 ,સિલ્વર જયુબીબી પાર્કમાં 15349667.12 તેમજ ગેસ્ટ હાઉસના કામમાં 1075392.72 મળી કુલ રૂ. 1.86.05122.61 વધુની રકમ ચાઉ કરી જવાઇ હતી.

કોન્ટ્રાકરો સાથે યુનિવર્સિટીના ઇજનેર ભૂપેન્દ્ર પટેલ અને કિરીટ ગજજરે પણ ખોટા મેજરમેન્ટ બનાવી ગેરરીતીમાં ભાગ ભજવેલ હોય જેને લઇ ઇસીની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લઇ યુનિવર્સિટીના બન્ને ઇજનેરોને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયા છે તેમજ બંન્ને ઇજનેરોને કારણ દર્શક નોટીશો આપી ખુલાસા મંગાવવામાં આવ્યા છે. જ્યારે ગેરરીતી આચરનારા સત્યમ કન્ટ્રકશન મહેસાણા તેમજ ગેસ્ટહાઉસનું કામ કરનાર કે.આર.સવાણી કન્ટ્રકશન ગાંધીનગરને વધારાના નાણાની રકમ 18 ટકા દંડનીય વ્યાજ સાથે જમા કરવવા નોટીસો આપવામાં આવી છે.

વધારાના ચૂકવાયેલા પૈસા 18% વ્યાજ સાથે વસુલવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો