તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાજબી ભાવની દુકાન પર જથ્થો આવતાં લાભાર્થીને SMS કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ ડામવા માટે વિવિધ પગલા ભરવામાં આવ્યા છે અને વ્યાજબી ભાવની દુકાનના લાભાર્થીઓને નિયમિત અને ઝડપથી અનાજ, કરિયાણાનો જથ્થા મળી રહે તેના માટે દુકાન પર જથ્થો ઉપલબ્ધ થયાની સાથે લાભાર્થીને એસએમએસ દ્વારા જાણ કરવાની પદ્ધતિ અમલી કરવાની સાથે તકેદારી સમિતિની રચના કરવામાં આવી હોવાનું રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ ગાંધીનગર ત્તરના ધારાસભ્ય અશોકભાઇ પટેલના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.

મંત્રીએ આપેલી માહિતી પ્રમાણે જિલ્લામાં વ્યાજબી ભાવની 365 દુકાનો કાર્યરત છે. ત્યાંથી દર મહિનાની 1લી તારીખથી લાભાર્થીઓને જરૂરી અનાજ, કરિયાણુ મળી જાય તેના માટે જે તે જથ્થો દુકાન પર સમયસર પહોંચે તેના માટે અગાઉના મહિનાની 16 તારીખથી વિવિધ ચીજ વસ્તુના જથ્થા માટેની ઓનલાઇન પરમીટ ઇસ્યુ કરવામાં આવે છે. પરમીટ પ્રમાણે દુકાન સંચાલક બેંકમાં નાણા ભરે તેની કોમ્પ્યુટરાઇઝ્ડ ચલન નાગરિક પુરવઠા નિગમ આપે છે અને ચલનના આધારે નિયુક્ત ઇજારાદાર દ્વારા સંબંધિત જથ્થો જે તે દુકાન પર પહોચાડી દેવાય છે. તે સાથે લાભાથીને એસએમએસ કરીને જથ્થાની ઉપલબ્ધિની જાણ કરાય છે. દુકાન પર નિર્ધારિત સમયે જથ્થો પહોંચે ત્યારે તકેદારી સમિતિના 2 સભ્યોની હાજરી અને તેમની સહિ લેવાનું ફરજિયાત કરાયું છે.

જિલ્લામાં 4 વિજ્ઞાન મેળામાં 202 શાળા જોડાઇ

જિલ્લામાં બે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે 4 વખત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું તેમાં 202 શાળાના વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. તેમ રાજ્યના શિક્ષણ મંત્રીએ ગાંધીનગર ઉતરના ધારાસભ્ય અશોકભાઇ પટેલના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે. વર્ષ 2015માં સમાવેશી વિકાસ માટે વિજ્ઞાન અને ગણિત વિષયની થીમ પર પ્રાથમિક વિભાગની 45 અને માધ્યમિક વિભાગની 54 તથા વર્ષ 2016માં રાષ્ટ્ર નિર્માણ માટે વિજ્ઞાન, તકનીકી અને ગણિતની થીમ પરના વિજ્ઞાન મેળામાં પ્રાથમિક વિભાગની 43 તથા માધ્યમિક વિભાગની 60 શાળાએ ભાગ લીધો હતો.

સહકારી મંડળીઓને જમીન જોઇએ છે

ગાંધીનગરઅને અમદાવાદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન વિવિધ સહકારી મંડળીઓ દ્વારા મકાન તેમજ ગોડાઉન બનાવવાના હેતુસર જમીન ફાળવવા માટે 20 જેટલી દરખાસ્ત સરકાર સમક્ષ કરવામાં આવી છે. તેમાં કુલ મળીને 2, 33, 364 ચોરસ મીટર જમીનની માગણી કરવામાં આવી હોવાનું રાજ્યના મહેસૂલ મંત્રીએ સાણંદના ધારાસભ્ય કરમશીભાઇ પટેલના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.

ખાત્રજપાસે દબાણ હોવાની સરકારની ના

કલોલતાલુકાના ખાત્રજ-વડસર તથા ખાત્રજ-ભોયણીમોટીના નાળીયાનું દબાણ દુર કરવા સરકારે શું પગલા લીધા તથા ત્યાં ઉદ્યોગગૃહો દ્વારા સરકારી તલાવડીની જગ્યામાં દબાણ કરાયું છે કે નહીં અને મુદ્દે સરકારને છેલ્લા બે વર્ષ દરમિયાન કેટલી ફરિયાદ મળી તેવા પ્રશ્નના જવાબમાં રાજ્યના મહેસૂલ મંત્રીએ જણાવ્યું છે કે કોઇ દબાણ થયાનું ધ્યાનમાં આવ્યું નથી અને મુદ્દે એકપણ ફરિયાદ મળી નહીં હોવાથી કોઇ પગલા લેવા માટે તો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

હસ્તકલાઉત્પાદ્દનોનું વેચાણ વધારાવા એમ્પોરિયા શરૂ

ગાંધીનગરમાંહસ્તકલા અને હાથશાળના ઉત્પાદ્દનોનું વેચાણ વધારવા માટે છેલ્લા બે વર્ષ દરમિયાન એક એમ્પોરિયા શરૂ કરવામાં આવ્યું હોવાનું રાજ્યના કુટીર ઉદ્યોગ મંત્રીએ વેજલપુરના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.

જાહેર વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ ડામવા તકેદારી સમિતિની રચના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો