તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • વિશ્વ વન દિવસ | પર્યાવરણ બચાવવાના નારા સાથે ઘ 2થી ઘ 4 સુધી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓન રેલીમાં જો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ વન દિવસ | પર્યાવરણ બચાવવાના નારા સાથે ઘ-2થી ઘ-4 સુધી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓન રેલીમાં જોડાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વનજીવો પ્રત્યે જાગૃતિ, સરંક્ષણની ભાવના અને વનોની અગત્યતા ઉજાગર કરવા માટે વન વિભાગ દ્વારા શહેરમાં વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ગાંધીનગરના માર્ગો પર શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બેનર અને સુત્રો સાથે રેલી કાઢવામાં આવી હતી. જેમાં વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વન્ય જીવ અને સ્વચ્છ ભારત સહિતના વિષય પર બેનરો પર સુત્રો લખવામાં આવ્યાં હતાં.

નાયબ વન સંરક્ષક કિશોરભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે 21 માર્ચે આંતરાષ્ટ્રીય વન દિવસી ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગાંધીનગરમાં પણ વન દિવસની ઉજવણી નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી. જેમાં વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વન્ય જીવ અને સ્વચ્છ ભારત સહિતના વિષય પર બેનરો પર સુત્રો લખવામાં આવ્યાં હતાં.

21 માર્ચેને મંગળવારે સવારે 7થી 9 વાગે ઘ-2થી ધ-4 સર્કલ સુધી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વન અને પર્યાવરણના બેનરો સાથે રેલી યોજાઇ હતી. જ્યારે સવારે 9થી 10:30 દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બાયોસેગના માધ્યમથી સેટકોમ પર સવારે નાગરિકોને ઉદબોધન કર્યું હતું.

વન વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ રેલી યોજાઇ

મંગળવારે સવારે ઘ-2થી ઘ-4 સુધી રેલી યોજાઇ હતી. તસ્વીરધાર્મિક ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો