તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાડજના શખ્સ સામે શહેરની પરણીતાની દહેજની ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાસરીયાનાં હુમલાથી ઇજાગ્રસ્ત જમાઇ સારવારમાં : સેકટર 7 પોલીસ અમદાવાદ પહોચી

અમદાવાદનાંનવા વાડજનાં શખ્સ દ્વારા સેકટર 5માં પત્નિનાં પિયરમાં આવીને પત્નિ પર હુમલો કરવા પ્રકરણમાં પરણીતા દ્વારા પતિ સામે દહેજની તથા શારિરીક માનસીક ત્રાસની ફરીયાદ નોંધાવવામાં આવી છે. જયારે પત્નિ પર હાથ ઉપાડીને સાસરીયાનાં રોષનો ભોગ બનનાર પતિની અમદાવાદમાં સારવાર ચાલી રહી છે. તેમણે ફરીયાદ કરવાની તૈયારી દર્શાવતા સેકટર 7 પોલીસ અમદાવાદ પહોચી હતી.

સોમવારે બપોરનાં સુમારે સેકટર 5માં સામે આવેલી ઘટનામાં પરણીતા રતનબેન હાર્દીકભાઇ ભરવાડ દ્વારા સેકટર 7 પોલીસ સ્ટેશનમાં પતિ હાર્દીક કનુભાઇ ભરવાડ સામે પિયરમાંથી સારી સારી વસ્તુ તથા કાર લઇ આવવાની માંગણી સાથે ગડદા પાટુનો માર મારીને શારીરિક માનસીક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક કનુભાઇ ભરવાડ નવા વાડજનો રહેવાસી છે. સોમવારે હાર્દિકે સેકટર 5માં રતનબેનનાં પિયરમાં આવીને તેમની સાથે મારઝુડ કરતા સાસરીયાથી તેમની હરકત સહન થતા હાર્દીકને માર માર્યો હતો અને તેમની કારનાં હાલ હવાલ કરી નાંખ્યા હતા. હાર્દીકે અમદાવાદ પહોચીને સારવાર માટે દાખલ થઇને એમએલસીમાં સસરા સહિતનાં 4 શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું જણાવાયુ હતુ. અમદાવાદ હોસ્પીટલમાંથી સેકટર 7 પોલીસ સ્ટેશનમાં તેની વર્ધી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો