તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • વાલ્મિકી સમાજની યાત્રાને ચિલોડામાં અટકાવતા ત્યાં સભા યોજવી પડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલ્મિકી સમાજની યાત્રાને ચિલોડામાં અટકાવતા ત્યાં સભા યોજવી પડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રીને રૂબરૂમાં આવેદનપત્ર આપવાની જીદ કરતા કરી : સીએમ કાર્યાલયે આવેદન આપ્યુ

મોડાસામાંમાલપુરથી તા 18મી માર્ચે નિકળેલી ગુજરાત વાલ્મિકી સંગઠનની પદયાત્રા મંગળવારે ગાંધીનગર પહોચી મુખ્યમંત્રીને આવેદન આપવાની હતી. આવેદન પત્રમાં વાલ્મિકી સમાજનાં સફાઇ કામદારોને કોન્ટ્રાક તથા આઉટ સોર્સીંગ પધ્ધતીમાંથી રદ કરીને કાયમી કરવા, રદ કરેલી 2 ટકા અનામત પાછી આપવી, સમાજનાં શિક્ષકોને અસ્પૃશ્યતાનાં કારણે બહારનાં જિલ્લામાં મકાન મળતા હોવાથી પોતાનાં જિલ્લામાં નિમણુક આપવી, દરેક તાલુકે જિલ્લે કાયમી ધોરણે સફાઇ કર્મી તરીકે ભરતી કરવી, વાલ્મિકી ભવનોનું નિર્માણ, ઘરવિહોણાને સોસાયટીઓ બનાવી આપવી, વાલ્મિકી આયોગની રચના કરવી, બજેટમાં સંખ્યાની આધારે ફાળવણી, વાલ્મિકી સમાજની વર્ગ 4માં કાયમી ધોરણે ભરતી કરવી, સમાજનાં ફિક્સ કર્મચારીઓને કાયમી કરવા, સરકારી સંસ્થાઓમાં કર્મચારીઓને કાયમી કરવા, દલીત-દલીતો વચ્ચેની અસ્પૃશ્યતા દુર કરીને વાલ્મિકી સમાજને અલગ કાયદાકીય જોગવાઇમાં સમાવવા તથા વાલ્મિકી સમાજને સરકાર તરફથી મળેલ લોનનાં દેવાદારોને દેવુ માફ કરવાની માંગણી કરવામાં આવી છે. પોલીસ દ્વારા યાત્રાને ચિલોડા અટકાવ્યા બાદ ત્યાં સભા યોજાઇ હતી.

ત્યાંથી મુખ્યમંત્રીને રૂબરૂ આવેદનપત્ર આપવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયમાં હાજર હોવાથી કચેરીમાં આવેદનપત્ર આપવા પોલીસ જણાવ્યુ હતુ. પરંતુ આગેવાનોએ મુખ્યમંત્રીને રૂબરૂમાં મળવાનો આગ્રહ રાખતા રકઝક ચાલી હતી. આખરે આગેવાનોને એસપી ઓફિસ લાવ્યા બાદ સમાજવવામાં આવતા પોલીસ સાથે સીએમ કાર્યાલય જઇને આવેદન આપ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો