તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ભાસ્કર િવશેષ | રોટરી ક્લબ ઓફ ગાંધીનગર અને ચેરીટેબલ ટ્રસ્ટ ઓફ રોટરી ક્લબના સહયોગથી 23મીએ ખુલ્લો મુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | રોટરી ક્લબ ઓફ ગાંધીનગર અને ચેરીટેબલ ટ્રસ્ટ ઓફ રોટરી ક્લબના સહયોગથી 23મીએ ખુલ્લો મુકાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરશહેર અને જિલ્લાના નાગરિકોને રાહતદરે અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તેવા આશયથી રોટરી ક્લબ દ્વારા સેક્ટર-22માં આવેલા ક્લબના ફીઝિયોથેરાપી સેન્ટર (પંચદેવ મંદિર પાછળ) ખાતે 23મી માર્ચના રોજ જેનરિક મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવી રહ્યો છે.

રોટરી ક્લબ ઓફ ગાંધીનગર અને ચેરીટેબલ ટ્રસ્ટ ઓફ રોટરી ક્લબના સહયોગથી ક્લબના ફીઝિયોથેરાપી સેન્ટર ખાતે સ્ટોર ફાળવાયો છે. મેડિકલ સ્ટોરનું ઉદઘાટન રાજ્યના આરોગ્ય મંત્રી સંકરભાઇ ચૌધરીના હસ્તે સવારે 9 વાગ્યે થશે. તે પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, રાજ્યના મુખ્ય માહિતી કમિશનર વી.એસ ગઢવી, ધારાસભ્ય અશોક પટેલ, મેયર પ્રવિણ પટેલ, પૂર્વ મંત્રી મહેન્દ્રભાઇ પટેલ અને ગુડાના ચેરમેન આષિસ દવે સહિતના આગેવાનો હાજર રહેશે. અંગે રોટરી ક્લબના સેક્રેટરી દિપકભાઇ પટેલ, પ્રમુખ ડો પિયુષ દવે, આસી. ગવર્નર સમિર ત્રિવેદી, કમલકિશોર જૈન, એચ.એમ પટેલ સહિતના આગેવાનો દ્વારા નહીં નફો નહીં નુક્શાનના ધોરણે રાજ્ય સરકારના સહયોગથી સ્ટોર શરૂ કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે જેનરિક દવાનો સ્ટોર સવારે 8થી 12 અને સાંજે 4.30થી 8 સુધી ખુલ્લો રહેશે.

પાટનગરમાં વધુ એક જેનરિક મેડિકલ સ્ટોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો