તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઇ કેસમાં પાસના બાંભણિયા સહિત બે આબુમાંથી ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટીદારઅનામત આંદોલન સમિતિના પ્રદેશ કક્ષાના આગેવાન તેમજ હાર્દિક પટેલના વિશ્વાસુ દિનેશ બાંભણિયા સહિત બે વ્યક્તિને રૂ.1 કરોડ 97 લાખની ઠગાઇના ગુનામાં પોલીસને માઉન્ટ આબુથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે. દિનેશ બાંભણિયાના સગા બનેવી સુરેશભાઇ ભુરાભાઇ મારવિયા (રહે, અમીનમાર્ગ, રાજકોટ)એ બરાબર એક માસ પહેલાં સાળા દિનેશ અને જસદણના કમળાપુરમાં રહેતા રાજેશ ઉમરેઠિયા (હાલ,ગાંધીનગર) અને બેંકના જવાબદાર અધિકારીઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી ત્યારથી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસે સચોટ માહિતીના આધારે આબુમાં પડાવ નાખી બંનેને શોધી કાઢ્યા હતા. બુધવારે બંનેને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે.

વેપારી સુરેશભાઇ મારવિયાએ ભક્તિનગર પોલીસમથકમાં 21 ફેબ્રુઆરીએ સાળા દિનેશ બાંભણિયા અને દેના બેંકની ઢેબર રોડ શાખાના જવાબદાર અધિકારીઓ સામે નોંધાવેલી ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે, 2013માં સાળા દિનેશે તેને બેંક વધુ લોન આપતી હોવાથી ખોટમાંથી બહાર નીકળવા મદદ માગી હતી, તેમજ દિનેશ અને રાજેશે દેના બેંકની ઢેબર રોડ શાખામાંથી તમારા ધંધા ઉપર કેસ ક્રેડિટ (સીસી) અપાવી દેવાની લાલચ આપીને ઉપરોક્ત બેંકમાંથી રૂ.1.97 કરોડની કેસ ક્રેડિટ ફેસિલિટી મંજૂર કરાવી હતી. જે તે સમયે બેંક દ્વારા ચેક બુક આપી થોડાં સમય બાદ ચેકબુક લઇ જવા કહ્યું હતું. સમયગાળામાં દિનેશ અને રાજેશે ચેક બુકમાંથી 18 ચેકમાં બોગસ સહી કરીને રૂ.1.97 કરોડ શ્રીનાથજી કોટેક્ષ પ્રાઇવેટ લિમિટેડમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

ફરિયાદ નોંધાયા બાદ ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયેલા દિનેશ સહિત બંનેને ઝડપી લેવા પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ ધાંધલ સહિતના સ્ટાફે કરેલી તપાસમાં બન્ને તહોમતદાર આબુમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે આબુમાં જુદી જુદી ટીમ બનાવીને વોચ ગોઠવી હતી,મંગળવારે સવારે જૈન દેરાસર નજીકથી પસાર થઇ રહેલા બંનેને ઝડપી લીધા હતા. પકડાયેલા તહોમતદારોને લઇને પોલીસ ટીમ મંગળવારે સાંજે રાજકોટ પહોંચી હતી. કૌભાંડ કઇ રીતે કર્યું, બેંકના ક્યા અધિકારી,કર્મચારી સામેલ છે તે સહિતની વિગતો મેળવવા તેમજ નાણાં કબજે કરવા માટે બુધવારે બંનેના રિમાન્ડ માગવામાં આવશે.

બાંભણિયાની ધરપકડ કરાઈ હતી.

નાણાં કબજે કરવા સહિતના મુદ્ે રિમાન્ડની માગણી કરાશે

સગા બનેવીના ધંધા ઉપર બેંકમાંથી મંજૂર થયેલી સીસીની રકમ બોગસ સહીતથી પોતાની પેઢીમાં ટ્રાન્સફર કરી નાખી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો