તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝીકાને ગુજરાતમાં ઘુસતો અટકાવવા તંત્ર એલર્ટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રવાસીએ એરપોર્ટ પર ફોર્મ ભરવું પડશે

ઝીકાવાયરસ અને ન્યૂ ઇમરજીંગ ડિસીઝ માનવ આરોગ્ય માટે ભયાનક છે. તેને ગુજરાતમાં પ્રવેશતો અટકાવવા માટે ખાસ તકેદારીના પગલા જાહેર કરાયા છે. ખાસ કરીને આફ્રિકા, સાઉથ ઇસ્ટ એશિયા અને સિંગાપુરથી આવતાં પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કરાશે. તે માટે આરોગ્યની ચકાસણી બાદ પ્રવાસીનું ફોર્મ ભરાવાશે. તે પછી સતત 14 દિવસ સુધી પ્રવાસીના આરોગ્યનો રિપોર્ટ રોજેરોજ અપડેટ કરવા નિર્ણય લેવાયો છે. તે દરમિયાન તાવ સહિતના લક્ષણો જણાશે તો તેના આરોગ્યની વિશેષ ચકાસણી કરાશે. ગાંધીનગર આઇડીએસપી શાખા અને જિલ્લા સર્વેલન્સ અધિકારી ડો.યોગીતા તુલ્સીયાન દ્વારા ગુજરાતમાં જોવા મળેલા અત્યંત જોખમી ઝીકા ડિસીસઝ, મર્સ ડિસીઝ, ઇબોલા ડિસીઝ માટે ગાંધીનગરમાં વર્કશોપ યોજાયો હતો. તેમાં રાજ્યના આરોગ્ય શાખા અને જિલ્લા આરોગ્ય શાખાના 70 જેટલા તબિબ અને ઉચ્ચ અધિકારી હાજર રહ્યાં હતાં. તેમાં ઝીકા વાયરસ અને ન્યૂ ઇમરજીંગ ડિસીઝને ફેલાતો અટકાવવાના ઉપાય અને તેની સામે આગોતરૂ આયોજન કરાયુ હતું.

સ્વાઇન ફ્લ્યૂ (એચ1એન1) સામે તકેદારી નહી રખાતા છેલ્લા 2 વર્ષમાં અનેક દર્દીનો ભોગ લેવાયો છે. હવે તેને કાબુમાં લેવા જંગી ખર્ચ કરવા છતાં યોગ્ય પરિણામ હાંસલ થઇ શક્યુ નથી. જેથી હવે ઝીકા વાયરસ ડિસીઝ સામે જાગૃતિ અતિ આવશ્યક બની છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) દ્વારા વિશ્વમાં હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે ગુજરાતમાં તંત્ર એલર્ટ થયું છે.

ઝીકા ડિસીઝ-વાયરસની અસર હેઠળ આવેલા દર્દીને તાવ આવે છે. ચાંમડી ઉપર ઓરી જેવા ચાઠા જોવા મળે, ચિકનગુનિયાની જેમ સાંધાનો દુ:ખાવો તેમજ આંખો લાલ થાય પણ ચોંટે નહીં. આવા લક્ષણો જોવા મળે છે.

ઝીકા ડિસીઝના લક્ષણો કયાં ?

આફ્રિકા, સાઉથ ઇસ્ટ એશિયા અને સિંગાપુરથી આવતાં પ્રવાસી પાસે ખાસ ફોર્મ ભરાવાશે. તેમાં તેના આરોગ્યની વિગતો સાથે કેટલા દિવસ કયા દેશમાં રોકાયા હતાં. ક્યાં જવાનું છે. કેટલા દિવસ ક્યાં રોકાવાના છે. તેનો સંપર્ક નંબર સાથેની વિગતો મેળવાશે અને સતત 14 દિવસ સુધી તંત્ર તેના આરોગ્યની જાણકારી મેળવતુ રહેશે. તે દરમિયાન તેને તાવના લક્ષણો જણાશે તો આવશ્યક બ્લડ રિપોર્ટ લેવા માટેની ગાઇડ લાઇન નક્કી કરાઇ છે. તેનું પાલન કરવા માટે એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલન કરાશે.

ઝીકાડિસીઝ વાઇરસ ફેલાવવામાં એડીસ મચ્છર ખતરનાક

ઝીકાવાયરસ ફેલાવામાં એડીસ મચ્છર ખતરનાક ભાગ ભજવે છે. એડીસ મચ્છર કરડવાથી ઝીકાના ડિસીઝની અસરો લાગુ પડે છે. જેથી એડીસ મચ્છરથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ જણાવે છે કે વિશ્વમાં 1 વર્ષમાં 7 લાખ લોકોના મોત મચ્છર કરડવાની બિમારીથી થયા છે. જેવા કે ઝીકા, ચિકનગનિયા, ડેન્ગ્યૂ અને મેલેરિયા સહિતની બિમારીનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં ઝીકા વાઇરસે દેખા દેતા મંગળવારે જિલ્લા પંચાયત ખાતે ઝીકા વાઇરસ વર્કશોપ યોજાયો હતો -કલ્પેશભટ્ટ

ઝીકા સામે જાગૃતિ લાવવા સૌ પ્રથમ ગાંધીનગરમાં વર્કશોપ

સુરક્ષા|સિંગાપુર-ઇસ્ટ એશિયામાંથી આવનારા પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કરી 14 દિવસ સુધી વોચ રખાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો