તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 દિવસમાં પારો 40 ડિગ્રી સુધી ઉચકાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરશહેર અને જિલ્લામાં ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. સૂર્યના તેજ કિરણોથી હિટવેવની આડ અસરો વર્તાવે તેવુ લાગી રહ્યું છે. માત્ર 24 કલાકમાં મહત્તમ તાપમાનનો પારો 2 ડિગ્રી વધીને 38.5 ડિગ્રીએ અટક્યો હતો. તેના કારણે આકરી ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો. આગામી 4 દિવસમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી આગળ વધશે, તેવી આગાહી સ્થાનિક હવામાન ખાતાએ કરી છે. સૂર્યનારાયણએ બપોરના સમયે આકરી ગરમી ઓકવાનું પુન: શરૂ કરી દીધુ છે. આજે મંગળવારે ગરમીના વધારાએ નગરજનોને અકળાવી મૂક્યા હતાં. માત્ર 24 કલાકમાં મહત્તમ તાપમાન 2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો ઉછાળો નોંધાતાં રાત્રીના સમયે પણ લોકોએ અકળામણ અનુભવી હતી.

આજે ગાંધીનગર શહેરનું મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી નોંધાયુ હતું. જે ગઇ કાલ બુધવારે 36.5 ડિગ્રી હતું અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 39 ટકા અને સાંજે 5 વાગ્યે 20 ટકા જોવા મળ્યુ હતું. આમ આકરી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી મે-વૈશાખ મહિનામાં સૂર્યની ગરમી રૈદ્ર સ્વરૂપ જોવા મળશે.

સર્કલ પરના ફૂવારે ભારે ભીડ થવા લાગી

ગરમીવધવાના કારણે શહેરના માર્ગોના સર્કલો ઉપર ફૂવારાની ઠંડક મેળવવા માટે જાણે મેળાવડો જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળતાં હતાં. આમ ગાંધીનગરમાં ગરમીએ જોર પકડતાં રાત્રીના સમયે રસ્તાઓ ઉપરની ચહલપહલમાં વધારો થવા પામ્યો છે અને ઇલેક્ટ્રીક પાવરના વપારસમાં વધારાની સાથે ઠંડા પીણા અને આઇસ્ક્રીમની માંગમાં વધારો થયો છે.

માત્ર 24 કલાકમાં તાપમાન 2 ડિગ્રી વધતાં ગરમીનો પ્રકોપ : પારો 38.5 ડિગ્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો