તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સે. 14થી 30માં ફોર્સથી પાણી આપવા પાઇપલાઇન બદલાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરશહેર વિસ્તારમાં પીવાના પાણીની અને ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થાને વધુ સુદ્દઢ કરવા માટે પાટનગર યોજના વિભાગ દ્વારા રૂપિયા 3 કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સેક્ટર 14થી 30માં સતત ઉઠતી ઓછા દબાણથી પાણી આવતું હોવાની ફરિયાદોનું નિરાકરણ કરવા માટે હવે જમીનમાં નખાયેલી પાણીના વિતરણની વર્ષો જુની લાઇનો બદલી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિભાગના ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે જુના સેક્ટરોમાં પાણી ઓછા દબાણથી મળતું હોવાની ફરિયાદોના પગલે ભૂગર્ભ પાઇપલાઇનની સ્થિતિના સંબંધે વિશેષ તપાસ કરવામાં આવી હતી. સર્વે દરમિયાન ખ્યાલ આવ્યો હતો કે, સેક્ટરોમાં વિવિધ જગ્યાએ લાઇનમાં લિકેજીસ થઇ ગયાં છે. બે અને ત્રણ દાયકા જુની પાઇપલાઇન થઇ ગઇ હોવાથી આમ થવાનું સાહજીક પણ છે. જેના પગલે પાઇપલાઇન બદલવા નિર્ણય કરવામાં આવ્યો છે. તેના પાછળ રૂપિયા 2.93 કરોડનો ખર્ચ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. કામ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઇ છે.

બીજી બાજુ ગટર જામ થઇ જવાની અને પાણી બેક મારતું હોવા સંબંધિ સમસ્યા હોવાની વ્યાપક ફરિયાદો નવા સેક્ટરોમાંથી આવતી હોવાના પગલે સેક્ટર 5 અને 6માં પાટનગર યોજના વિભાગ દ્વારા ભૂગર્ભ ગટરની મેઇન લાઇનની એટલે કે મોટી સાઇઝની લાઇની મરામત કરવામાં આવશે.

સે.1થી 13માં 23 -24મીએ પાણી મળશે નહીં

સેક્ટર1થી 13માં તા. 23 અને 24મીએ પાણી પુરવઠો સંપૂર્ણ અથવા અંશત: બંધ રહેવાનો છે. તા. 25મીથી રાબેતા મુજબ પાણી મળવાનું શરૂ થઇ જશે. પાટનગર યોજના વિભાગ 3ના ઇજનેરના જણાવવા પ્રમાણે સેક્ટર 5 અને 6માં ગટર લાઇનનું સમારકામ કરવામાં આવનાર હોવાથી ઉપરોક્ત વિસ્તારમાં વોટર સપ્લાય બંધ રાખવો પડે તેમ છે.

મનપાનેસત્તા સોંપતા પહેલાં સમસ્યા ઉકેલાશે

આગામીસમયમાં પાણી અને ગટર વ્યવસ્થા મહાપાલિકાને સોંપવામાં આવનાર છે. મહાપાલિકાના અધિકારીઓ દ્વારા તો સંચાલન માટે તૈયારી દર્શાવાઇ છે. સંજોગોમાં અનેકવિધ ફરિયાદો સાથેની વ્યવસ્થા તો સંભાળી શકાય તેમ નહીં હોવાથી પાટનગર યોજના વિભાગ દ્વારા તમામ સમસ્યા ઉકેલી નાખવાની મથામણ શરૂ કરાઇ છે.

પાટનગર યોજના વિભાગે રૂપિયા 3 કરોડનો ખર્ચ અંદાજ લગાવ્યો

સે.5 અને 6માં ભૂગર્ભ ગટરની મેઇન લાઇનની મરામત કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો