તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સસ્તા અનાજની દુકાનોમાં કમિશન ઘટાડાતાં આંદોલનના મંડાણ કર્યાં

સસ્તા અનાજની દુકાનોમાં કમિશન ઘટાડાતાં આંદોલનના મંડાણ કર્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો દ્વારા રેશનકાર્ડ ધારકોને આપવામાં આવતુ કેરોસીન બંધ કરવામાં આવ્યુ છે. જ્યારે જરૂરી માલનો જથ્થો પણ ઘટાદી દેવામાં આવ્યો છે. પરિણામે રસ્તા અનાજની દુકાનો ચલાવા વેન્ડરોમાં રોષ જોવા મળી રહ્યો છે. કમિશન ઘટાડી દેવાતા આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ફેર પ્રાઇઝ શોપ ઓનર્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યુ હતુ. જ્યારે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઇ હતી.

ગાંધીનગર ફેર પ્રાઇઝ શોપ ઓનર્સ એસો. દ્વારા કલેક્ટરને આવેદન આપાયું
તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. એસોસિએશનના પ્રમુખ ગોરધન પટેલે કહ્યુ કે, સરકારે અમારા કમિશન ઘટાડી દીધા છે. પરિણામે આર્થિક રીતે સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે રેશનકાર્ડ ધારકોને આપવામાં આવતા જથ્થામાં ઘટાડો કરી દેવાતા કમિશન ઓછુ મળી રહ્યુ છે. ત્યારે વાજબી ભાવની દુકાનદારને કેરોસીન લાયસન્સ હોલ્ડરને અકસ્માત વીમા કવચ આપવામાં આવે, જેનુ પ્રિમિયમ સરકાર દ્વારા ભરવામાં આવવુ જોઇએ. કેરોસીન હોલ્ડર સરકારની યોજનાઓ નાગરિકો સુધી પહોંચાડવાની કામગીરી કરે છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર કરવામાં આવે તેવી અમારી માંગ છે.

હાલમા કમિશનમાં ઘટાડો કરાયો છે ત્યારે સરકાર જ્યારે પણ મોંઘવારી જાહેર કરે તેમાં અમારો સમાવેશ કરવામાં આવે અને અમારી ગાઇડ લાઇન બનાવી આપવામા આવે, જેમાં અમારા કમિશનમાં પણ વધારો આપો આપ થઇ જાય. વાજબી ભાવના દુકાનદારોને નિગમના કર્મચારી ગણવામાં આવે અને તેમની કેટેગરી નક્કી કરવામાં આવે. દુકાનદારને મદદ કરનાર તોલાટને આપવામાં આવતુ મહેનતાણુ સરકારમાંથી આપવામાં આવે, જ્યારે સ્ટેશનરી ખર્ચ સહિતનો સરકારમાંથી આપવામાં આવે તેવી માંગ કરીને ગાંધીનગર કલેક્ટર સહિત મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવ્યુ હતુ.

ફેરપ્રાઈઝ શોપ ઓનર્સ એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...