• Gujarati News
  • દહેગામમાં વધુ 150લોકોનુંસલામત સ્થળે સ્થળાંતર

દહેગામમાં વધુ 150લોકોનુંસલામત સ્થળે સ્થળાંતર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં પણ છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.સોમવારે મોડી રાતથી મંગળવારે દિવસ દરમ્યાન પવન સાથે વરસાદ વરસતાં દહેગામ શહેર સહિત તાલુકાના ગામો તેમજ અમદાવાદ મોડાસા રોડ,ગાંધીનગર રોડ અને ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ પર અસંખ્ય વૃક્ષો ધરાશયી થયા છે.જયારે પાંચેક જેટલા મકાનો તુટી પડયા હતા.જોકે સદ્દનસીબે જાનહાનિ થઇ હતી. ભારે વરસાદને પગલે મંગળવારે વધુ 150 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે.અને સોમવાર રાતથી શરૂ થયેલ વરસાદ મંગળવાર બપોરના ચાર વાગ્યા સુધી 117 મિ.મિ. એટલે પાંચ ઇંચ જેટલો વરસતાં દહેગામ જળબંબાકાર બન્યુ હતુ.અત્યાર સુધીમાં દહેગામમાં 450 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

દહેગામમાં અત્યાર સુધી 450 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર : દહેગામમાંછેલ્લા ચાર દિવસથી પડી રહેલ વરસાદને કારણે શહેરના નિચાણવાળા શ્રમજીવી વિસ્તાર દોગલ તલાવડી,ખજૂરી તલાવડી,સરાણીયાવાસ,તેમજ મલાવડા તલાવડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા તંત્ર દ્વારા રવિવારે 300 જેટલા લોકોનું સલામત સ્થળાંતર કરાવાયુ.જયારે સોમવારે રાત થી મુશળધાર વરસાદ પડતાં આજ વિસ્તારમાં રહેતા અન્ય લોકો પણ પ્રભાવિત થતાં તંત્ર દ્વારા પોલીસની મદદથી વધુ 150 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવતાં કુલ 450 લોકોનું સ્થળાંતર કરાવાયુ છે.જેમને તંત્ર દ્વારા વિવિધ સંસ્થાઓની મદદથી ભોજન અને બાળકો માટે દુધની પણ વ્યવસ્થા કરાવાયી હોવાનું જાણવા મળે છે.} શરીફશેખ