હાઇકોર્ટનાં આદેશ બાદ પણ ટાટ પાસ ઉમેદવારોની ભરતી થઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતસરકારનાં જુદા જુદા વિભાગો દ્વારા યોજવામા આવતી ભરતી પ્રક્રિયાઓ કોઇને કોઇ કારણે વિવાદનાં વમળમાં ફસાઇને કોર્ટ સુધી પહોચી રહી છે. જેમાં વર્ષ 2011 તથા વર્ષ 2014માં લેવાયેલી ટાટની પરીક્ષાની સરેરાસને લઇને પણ સમગ્ર મામલો કોર્ટમાં પહોચ્યો હતો. હાઇકોર્ટે દ્વારા કેસમાં વર્ષ 2014નાં ઉમેદવારોની ભરતીનો આદેશ દેવા છતા 3 માસથી ભરતી કરવામાં આવતા ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે.

ગાંધીનગર ડો જીવરાજ મહેતા ભવન સ્થિત શિક્ષણ કમિશ્નરની કચેરી ખાતે ટાટ પાસ ઉમેદવારો સોમવારે વરસતા વરસાદે હેરાન થઇને પોતાનાં ભવિષ્ય સાથે થઇ રહેલા ચેડા અંગે રજુઆત કરવા પહોચ્યા હતા. ઉમેદવારોએ પોતાની સાથે ભરતી સમિતી દ્વારા થઇ રહેલા અન્યાય અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે ભરતી સમિતી દ્વારા વર્ષ 2011માં ટાટની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પસંદગી પામેલા બધા ઉમેદવારોને નિમણુંક મળી નથી. ત્યાર બાદ ફરી 2014માં ધોરણ 11-12નાં શિક્ષકો માટે ટાટની પરીક્ષા લેવામાં આવી હતી.

જેની ભરતી પ્રક્રિયા ચાલુ થતા વર્ષ 2011માં પાસ થયેલા અને રહી જતા ઉમેદવારોએ વાંધો ઉઠાવતા વર્ષ 2011 તથા 2014ની બંને પરીક્ષાનાં મેરીટની સરેરાશ આધારે ભરતીનું નક્કી થયુ હતું. બાબતને લઇને વિવાદ થતા સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોચ્યો હતો. જેમાં હાઇકોર્ટ ગત તા 2જી માર્ચનાં રોજ ચુકાદો આપી વર્ષ 2014માં પાસે થયેલા ઉમેદવારોનું નવુ મેરીટ લીસ્ટ બનાવી એક માસમાં ભરતી કરી નિમણુંક આપવાનો આદેશ કર્યો હતો.

જેના પગલે મેરીટમાં આવતા ઉમેદવારોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી. પરંતુ ભરતી બોર્ડ દ્વારા આદેશનાં 3 માસ થવા છતા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. જેના કારણે લાયક ઉમેદવારોની હાલત કફોડી બની ગઇ છે.

મેરીટમાં આવતા ઉમેદવારોમાંથી ઘણા ઉમેદવારો એવા છે કે જેમણે પોતાની પુર્વ નોકરીમાંથી રાજીનામાં આપીને ભરતી માટે રાહ જોઇને બેઠા છે. બાબતે શિક્ષણ વિભાગને અનેક વખત રજુઆત છતા કોઇ જવાબ આપવા તૈયાર નથી. શિક્ષણ વિભાગ દ્વારા દિશામાં ઉમેદવારોનાં હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી આશા સાથે શિક્ષણ કમિશ્નરને રજુઆત કરવામાં આવશે.

વર્ષ 2014માં ટાટ પાસ કરી લાયક ઠરતા ઉમેદવારોએ શિક્ષણ કમિશ્નરની કચેરી ખાતે રજુઆત કરી હતી. }કલ્પેશ ભટ્ટ

ગત 2જી માર્ચે ભરતી કરી લેવાનો હુકમ છતા આંખ આડા કાન કર્યા

અન્ય સમાચારો પણ છે...