તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • સ્વાઇન ફ્લુ કેસ: 100થી વધુ લોકોની કરાઇ ચકાસણી તાવનાં 2 કેસ મળ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાઇન ફ્લુ કેસ: 100થી વધુ લોકોની કરાઇ ચકાસણી તાવનાં 2 કેસ મળ્યાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાળકની હાલત સ્થિર: બાળકનાં માતા- પિતાને પણ દવા આપી દેવાઇ

ગાંધીનગરશહેરનાં સેકટર 21માં માતા-પિતા સાથે રહેતા બે વર્ષનાં બાળકનો એચ1એન1(સ્વાઇન ફ્લુ) રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ હાલ ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. બાળકની હાલત સ્થિર દર્શાવવામાં આવી રહી છે. આરોગ્ય તંત્ર પણ દોડી રહ્યુ છે. ત્યારે બાળકમાં સ્વાઇન ફ્લુ કઇ રીતે આવ્યો તે દિશામાં તપાસ કરતા તેમનાં પિતા ડીફેન્સનાં કર્મચારી હોવાથી ચિલોડા સ્થિત ડીફેન્સ કેમ્પસમાંથી આવ્યો હોવાની શકયતા સાથે દિશામાં કાર્યવાહી કરાશે.

ગાંધીનગર શહેરમાં ઉનાળાનાં દિવસોમાં સ્વાઇન ફ્લુનો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા પુરતી ગંભીરતા સાથે પગલા લેવામાં આવી રહે છે. સેકટર 21માં રહેતો 2 વર્ષનો બાળક 2 દિવસ બિમાર સામાન્ય બિમાર રહ્યા બાદ લેબોરેટરી કરવામાં આવતા સ્વાઇન ફ્લુનાં પોઝીટીવ આવતા ખાનગી હોસ્પીટલમાં સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે વાઇરસનાં ઝપટમાં બાળક કઇ રીતે આવ્યો તે દિશામાં તપાસ કરતા આરોગ્ય તંત્રનાં સુત્રોએ જણાવ્યુ હતુ કે બાળક કયાં બહાર પણ ગયો નહોતો કે કોઇ વ્યક્તિ પણ બહારથી આવતી જતી નહોતી. પરંતુ તેમનાં પિતાને બે દિવસથી ઉધરસ જેવુ હતુ. તેમનામાં કદાચ સ્વાઇન ફ્લુની અસર હોય તો તેમની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તે તેમને ઝડપથી અસર કરે પણ બાળકની રોગ પ્રતિકારક શક્તિ મોટા વ્યક્તિ જેટલી હોવાથી તેને ઝડપથી અસર થઇ શકે. બાળકનાં માતા પિતાને પણ તેની દવા આપી દેવામાં આવી છે. બાળકનાં પિતા ચિલોડા સ્થિત ડીફેન્સ પાંખનાં એક કેમ્પસમાં ફરજ બજાવે છે. ત્યારે ત્યાંથી એચ1એન1નાં વાઇરસ આવ્યા હોવાની પણ શકયતા નકારી શકાય નહી. મનપાનાં આરોગ્ય અધિકારી દ્વારા બાબતે પણ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યુ છે. ત્યારે ડીફેન્સ કેમ્પસમાં પણ તપાસ જરૂરી બની છે. ત્યારે બાળકનાં પિતા કયાં કેમ્પસમાં, કઇ પાંખમાં તથા કઇ કચેરીમાં ફરજ બજાવે છે તેની માહિતી મેળવીને તેમના સંપર્કમાં આવતા લોકોની પણ તપાસણી કરવામાં આવશે. જો કે તે ચકાચણી ડીફેન્સનું આરોગ્ય તંત્ર કરશે કે જિલ્લાનું આરોગ્ય તંત્ર તે હજુ ચોક્કસ નથી.

કોઇ શંકાસ્પદ કેસ નથી : મનપા એચઓ

મહાનગરપાલિકાનાં આરોગ્ય અધિકારી ડો દિનેશભાઇ બારોટ સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે દર્દીનાં ઘરની આસપાસનાં સમગ્ર વિસ્તારમાં આરોગ્ય ચકાચણી કરવામાં આવી હતી. જેમાં 100થી વધુ લોકોને ચકાસવામાં આવ્યા છે. જેમાં બે સામાન્ય તાવનાં દર્દી મળ્યા હતા. જેને દવા અપાઇ હતી. વધુ કોઇ શંકાસ્પદ કેસ સામે આવ્યો નથી.

ચિલોડા ડીફેન્સ કેમ્પસથી આવેલા પિતાને ઉધરસ હતી : કેમ્પસમાં થશે તપાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો