તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • હવે ખાનગી કંપનીના કર્મીઓએ પણ કાયમીની માગ સાથે માંડ્યો મોરચો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે ખાનગી કંપનીના કર્મીઓએ પણ કાયમીની માગ સાથે માંડ્યો મોરચો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાંપગાર વધારાની અને કાયમી કરવાની માંગણી અત્યાર સુધી સરકારમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મીઓ દ્વારા કરવામા આવી છે. ત્યારે હવે ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મીઓએ કંપની મેનેજમેન્ટ સામે મોરચો માંડ્યો છે. શહેરની કલ્પતરૂ કંપનીમાં નોકરી કરતા 1500 હંગામી કર્મીઓએ કાયમી અને પગાર વધારાની માંગને મુદ્દે સેક્ટર 28 ગાર્ડનમાં બેઠક યોજી હતી અને અંતિમક્ષણ સુધી લડત આપવાનો નિર્ણય કર્યો હતો.

શહેરના સેક્ટર 28 અને 25માં આવેલી કલ્પતરૂ પાવર સ્ટેશનમાં નોકરી કરતા હંગામી કર્મચારીઓએ કાયમી નોકરી સાથે પગાર વધારાની માંગણી કરી છે. મુદ્દે કંપનીના 1500 કર્મચારીઓએ સેક્ટર 28 ગાર્ડનમાં એક બેઠક યોજી રણનીતિ નક્કી કરી હતી. પગાર વધારાને લઇને મોરચો શરૂ કરનાર કર્મચારીએ ઠાકોર સેનાના અગ્રણી સુરભા ઠાકોરનો સંપર્ક કર્યો હતો. સુરભાએ બાબતે કહ્યુ કે કંપનીમાં નોકરી કરતા હંગામી કર્મચારીઓ દ્વારા કંપની મેનેજમેન્ટ સાથે અનેકવાર પગાર વધારા અને કાયમી નોકરીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ મેનેજમેન્ટ બાબતે મગનુ નામ મરી પાડતુ હતુ઼. તાજેતરમા સેક્ટર 28 ગાર્ડમાં બેઠક યોજી રણનીતિ નક્કી કરી હતી અને છેલ્લે સુધી લડત આપવાનો નિર્ણય કર્યો હતો. માંગણી નહીં સંતોષાય તો હડતાલ પાડી કામ બંધ કરવા સુધીનો નિર્ણય કરાશે.

ગાંધીનગરમાં આવેલી કલ્પતરૂ કંપનીમાં કામ કરતા હંગામી કર્મચારીઓ દ્વારા કાયમી નોકરી અને પગાર વધારા સહિતની પડતર માંગણીઓ સાથે મંગળવારે દેખાવો કર્યા હતા. તસ્વીરદિલીપ પ્રજાપતિ

કલ્પતરુ કંપનીના 1500 કર્મીઓની સે. 28 બગીચામાં બેઠક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો