તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • સમાન કામ, સમાન વેતનની માગ સાથે ગ્રામ વિકાસના કર્મચારીઓની હડતાલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાન કામ, સમાન વેતનની માગ સાથે ગ્રામ વિકાસના કર્મચારીઓની હડતાલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાંકેટલાક સમયથી ગ્રામ વિકાસ વિભાગની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રેરિત વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, એસબીએમ, મિશન મંગલમ અને જળસ્ત્રાવ સહિતની યોજનાઓમાં કર્મચારીઓ કામ કરે છે. તેમાં 11 મહિનાના કરાર આધારિત કર્મચારી કામ કરે છે. સમાન કામ, સમાન વેતન સાથે કર્મચારી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. હડતાલના ઉકેલ માટે ગુજરાત પ્રદેશ પંચાયતના પરિષદના અધ્યક્ષ અને અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.

પ્રમુખે જણાવ્યું હતું કે, 11 મહિનાના કરાર આધારિત કર્મચારીઓ કે, જેનાથી અનેક ગ્રામ લોકોને રોજી રોટી, વિકાસ અને જીવન જરૂરીયાત પૂરી પાડે છે. તેઓની સરકાર પ્રત્યેની શોષણનીતિ, ઓછો પગાર, ટુંકા ગાળાનો કરાર રોજમદાર જેવી માંગણીઓ લઇને રાજ્ય સ્તરે અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે. જેથી રાજ્યની તમામ ગ્રામીણ વિસ્તારની પ્રજા ઘણા લાભોથી વંચિત રહી છે. નાણાંકીય વર્ષનો છેલ્લો માસ માર્ચ મહિનો છે. ગ્રામીણ વિસ્તારની કચેરીમાં ગ્રાન્ટ અંગેની કામગીરી શરૂ થઇ છે. તેવા સમયે અચોક્કસ મુદતની હડતાલનો તાકીદે નિવેડો લાવવો જરૂરી છે. રાજ્ય સરકારે હકારાત્મક વલણ રાખીને કર્મચારીઓને તાકીદે ન્યાય મળે તે જરૂરી છે.

11 મહિનાના કરાર મુદ્દે ગ્રામ વિકાસના કર્મીઓ મેદાને

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો