તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા પંચાયતનું આજે બજેટ: તોફાનના એંધાણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લા પંચાયતના આગામી 2017-18ના બજેટ માટે આવતી કાલ 22મી માર્ચને બુધવારે ખાસ સામાન્ય સભા મળવાની છે. બજેટ પુરાંત દર્શાવતુ હશે. આગામી વર્ષના બજેટમાં ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ તેમજ શિક્ષણને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે પણ મહત્વની જોગવાઇ પણ કરાઇ છે. જો કે પ્રમુખ સામે સત્તાધારી પક્ષના સભ્યોમાં નારાજગીના કારણે બજેટ બેઠક તોફાની બનવાના એંધાણ દેખાઇ રહ્યાં છે. ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં અંદાજપત્ર રજૂ કરી દેવા માટેની તૈયારીઓ શરૂ કરાઇ હતી. પરંતુ સમયસર બજેટ પસાર કરવામાં વિલંબ થવા પાછળ શાસક પક્ષ જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યું હતું.

ઉલ્લેખનિય છે કે ગત વર્ષે 31મી માર્ચે 2016-17નું ~ 410.03 કરોડનું પુરાંતવાળુ અંદાજપત્ર પસાર કરવામાં આવ્યુ હતું. તેમાં સરકારી ગ્રાન્ટ અને તમામ જોગવાઇઓનો સમાવેશ કરાયો હતો. મળતી માહિતી અનુસાર આગામી વર્ષના અંદાજપત્રમાં વિવિધ યોજનાઓ માટે મહત્વની જોગવાઇ કરવામાં આવી છે. તેમાં દરેક ક્ષેત્રને આવરી લેવાનો પ્રયાસ કરાયો છે. જેવા કે ખેતી, પશુપાલન, સમાજકલ્યાણ, બાંધકામ, શિક્ષણ, આરોગ્ય અને બાળવિકાસ સહિતના ક્ષેત્રોને ન્યાય આપવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.

કોંગી આગેવાનોની મોડી રાત સુધી મથામણ

રેતીકાંકરીની ગ્રાન્ટ માટે પ્રમુખ ઠાકોર ટેન્ડર સિસ્ટમથી ગ્રાન્ટનો ઉપયોગ કરવા ઈચ્છે છે. જો માટેના ઉપયોગ કરવાની મંજૂરી મેળે તો સભ્યો પોતાના વિસ્તારની જરૂરિયાત મુજબના કામ કરાવી શકશે નહીં. બુધવારની સામાન્ય સભામાં બજેટનો વિરોધ થવાની કે બળવો થવાની સ્થિતિને જોતાં કોંગ્રેસના નેતાઓએ મોડી રાત સુધી સમજાવટની કામગીરી કરી હતી. જો કે બજેટ બેઠક હેમખેમ પાર પાડવા જિલ્લા કોંગી આગેવાનોની મોડી રાત સુધી મથામણ કરી હતી. હજુ પણ બેઠકમાં ચર્ચાનો દોર ચાલી રહ્યો છે.જિલ્લા પંચાતના સભ્યો પોતાના વિસ્તારની જરૂરિયાત મુજબ ગ્રાન્ટનો ઉપયોગ માગે છે. અગાઉ પણ સભ્યોએ મામલે પંચાયત પ્રમુખ અને કોંગ્રેસના નેતાઓ સમક્ષ રજૂઆત કરી હતી. સામાન્ય સભામાં રેતી-કાંકરીની ગ્રાન્ટના ઉપયોગની કામગીરી પ્રમુખ હસ્તક રાખવાની દરખાસ્ત રજૂ થાય તો ઉગ્ર વિરોધ નક્કી છે.

પ્રમુખ સામે સાસક પક્ષમાં નારાજગી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો