તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ભાસ્કર િવશેષ | શહેરમાં સેકટર 30, ચિલોડા પુલ અને સચિવાલયની દિવાલો પ્રચારનું માધ્યમ બની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | શહેરમાં સેકટર 30, ચિલોડા પુલ અને સચિવાલયની દિવાલો પ્રચારનું માધ્યમ બની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચૂંટણીપંચ દ્વારા દર વખતે સરકારી કે ખાનગી મિલકતની દિવાલો પર ચૂંટણીલક્ષી ચિતરામણ કરવાની મનાઇ ફરમાવવામાં આવે છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં જીત બાદ રાજ્યમાં વિધાનસભાની ચુંટણી કસમયે આવી રહી હોય તેમ ભાજપ દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરાયો છે. સોશ્યલ મિડીયા તો ઠીક છે ગાંધીનગરમાં દિવાલો પર વિવિધ સુત્રોના ચિતરામણ કરી દેવાયા છે. જાણે ચુંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેરમાં સેકટર 30માં સરકારી પ્રાથમિક શાળાની દિવાલ પર, સેકટર 21માંથી જુના સચિવાલયમાં જવાના માર્ગ પરની દિવાલો પર અને ચિલોડા બ્રિજ પરની બન્ને બાજુએ ભાજપ દ્વારા ચુંટણીને અનુલક્ષીને યુપીમાં 300 ગુજરાતમાં 150 મિશન માટે ‘સૌનું હિત ભાજપની જીત’, જન જન કા નારા હૈ, ભાજપા હમારા હૈ, સૌનો સાથ સૌનો વિકાસ અને જાત વાદ, પ્રાંત વાદ વિકાસ કાજે રાષ્ટ્રવાદ સહિતના સુત્રો લખવામાં આવ્યા છે.

અમે વિરોધ કરીએ છીએ, અંગે ફરીયાદ કરીશું: કોંગ્રેસ

^ભાજપસત્તામાં રહીને સત્તાનો દૂર ઉપયોગ કરી રહી છે. જાહેર સરકારી દિવાલો પર સુત્રો લખીને મનમાની કરી રહી છે. આનો અમે વિરોધ કરીએ છીએ. આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ફરીયાદ કરવામાં આવશે. દિવાલો પર સુત્રો લખીને જેમ તે પ્રચાર કરવો જોઇએ. > સૂર્યસિંહડાભી, પ્રમુખશહેર-જિલ્લા કોંગ્રેસ

જ્યાં લખાશે, ત્યાં સુત્રો લખીશું: ભાજપ

^શહેરમાં સરકારી, પ્રાઇવેટ અને પુલ સહિતની જગ્યાઓ પર સુત્રો લખવામાં આવ્યાં છે. ગાંધીનગરમાં જુદી જુદી જગ્યાએ સુત્રો લખવામાં આવ્યાં છે. હજુ પણ કામગીરી ચાલુ રહેશે. જ્યાં લખાશે, ત્યાં સુત્રો લખીશું.> મહેન્દ્રભાઇપટેલ, ભાજપશહેર પ્રમુખ

શિક્ષણ સંકુલોને જાહેરાતનું માધ્યમ બનાવવું જોઇએ: આપ

^રાજનિતિ અલગ વાત છે. શિક્ષણ સંકુલોને રાજનિતીમાં દાખલ કરવી જોઇએ. સત્તામાં સરકાર હોય તો ગમે તેમ પ્રચાર કરી શકાય. જો જગ્યાએ અન્ય પક્ષ હોય તો તે સુત્રોને ભુસી નાખવામાં આવ્યા હોત. પક્ષ સત્તાનો દુર ઉપયોગ કરી રહ્યો છે. દિવાલો પર પ્રચાર કરીને ગંદકી કરવી જોઇએ. જાહેરાત કરવા માટે પોસ્ટર લગાવી શકાય. પરંતુ ગમે ત્યાં દિવાલો પર સુત્રો ચિતરી દેવા જોઇએ. હાઇકમાન્ડ સુધી વાત પહોંચાડીને આગામી દિવસોમાં ફરિયાદ કરાશે. > હસમુખભાઇપટેલ,ગુજરાત પ્રદેશકમિટી મેમ્બર, આપ

ચૂંટણી નજીક આવતાં સરકારી દિવાલો પર ભાજપ દ્વારા સુત્રો લખાયા. તસ્વીરધાર્મિક ચૌહાણ

ચુંટણી પહેલાં ભાજપે નગરની દિવાલો ચીતરી દીધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો