તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સરકારનો શિક્ષણ વિભાગ ખાડે ગયો, શિક્ષકોની ભરતી 3 વર્ષે પણ અધૂરી

સરકારનો શિક્ષણ વિભાગ ખાડે ગયો, શિક્ષકોની ભરતી 3 વર્ષે પણ અધૂરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. રાજ્યની શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરવાની ભરતી પ્રક્રિયા વર્ષ 2016થી કરવામા આવી રહી છે. પરંતુ વર્ષ 2018 અડધુ થયુ છતા તેનુ નિરાકરણ આવતુ નથી. ઉમેદવારોની પસંદગી કરવામા આવી છે. પરંતુ તેમને ઓર્ડર આપવામાં આવતા નથી. ત્યારે સરકારનો શિક્ષણ વિભાગ સંપૂર્ણ રીતે ખાડે ગયો છે અને ત્રણ વર્ષે પણ શિક્ષકોની ભરતી પુરી કરી શકતુ નથી.

2016માં માધ્યમિક શાળામા 7863માંથી માત્ર 4043 જગ્યા ભરાઈ છે
જૂના સચિવાલયમાં આવેલી શિક્ષણ વિભાગની કચેરીમાં મંગળવારે મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા. ઉમેદવારોએ પાંચમા તબક્કાની ભરતી પૂરી કરવા માંગ કરી હતી.

ઉમેદવારોએ કહ્યુ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી વર્ષ 2016માં શરુ કરવામાં આવી હતી અનેક ફરિયાદો અને રજઆત બાદ પણ ભરતીને પુરી કરવામા આવતી નથી. ક્યાંક અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવાના કારણે પણ ભરતીને વિલંબમાં મુકી રહ્યા છે.

અત્યાર સુધી ચાર રાઉન્ડ પુરા કરવામાં આવ્યા છે. ત્યારે પાંચમો રાઉન્ડ શરુ કરવામાં આવે તેવી અમારી માંગ છે. અધિકારીઓના બોગસ મેનેજમેન્ટના કારણે ઓછા મેરીટ ધરાવતા ઉમેદવારો નોકરી કરી રહ્યા છે.

સમગ્ર રાજ્યભરમાંથી ટેટ 2 ની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને રાજ્યભરમાં ખાલી પડેલી માધ્યમિક વિભાગની જગ્યાઓ ભરવા માટે કરેલી રજૂઆતો કરવા છતાંય છેલ્લા 10 માસથી જગ્યા ન ભરાતા શિક્ષણ નિયામકની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...