તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇસંડ નજીકના અકસ્માતમાં વડુની યુવતીનંુ મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ તાલુકા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર મહેસાણાનાં કડી તાલુકાનાં વડુ ગામે રહેતા વિનોદભાઇ જંગબહાદુર પાલ કલોલમાં ઇલેકટ્રીકની દુકાન ધરાવે છે. ગત તા 24મીએ વિનોદભાઇનાં પિતા જંગબહાદુર તથા બહેન શિતલ વિનોદભાઇની દિકરીને લઇને એક્ટીવા પર કલોલ આવ્યા હતા.

કલોલથી બપોરે 11 વાગ્યે કામ પતાવીને પરત ઘરે જઇ રહ્યા હતા. પિતા જંગબહાદુર એક્ટીવા ચલાવી રહ્યા હતા. ત્યારે ઇસંડથી વડાસ્વામી વચ્ચે બપોરે 11.30 વાગ્યાનાં અરસામાં કાર નં જીજે 09 બીએ 3808એ ટક્કર મારતા ત્રણેય ફંગોળાઇ ગયા હતા. જેમાં શિતલબેનને ગંભીર ઇજાઓ પહોચતા કલોલની આદર્શ હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં શિતલબેને અંતિમ શ્વાસ લીધા હતા.

જ્યારે વિનોદભાઇનાં પિતા તથા દિકરી દિવ્યાંસીને સદભાગ્યે કોઇ ઇજાઓ થઇ નહોતી. કલોલ તાલુકા પોલીસે વિનોદભાઇની અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ફરીયાદ લઇને આ દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...