તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • રૂપાલ મંદિરના જીર્ણોદ્ધારમાં દાન આપનારને ITમાં રાહત મળશે

રૂપાલ મંદિરના જીર્ણોદ્ધારમાં દાન આપનારને ITમાં રાહત મળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ખાતેના મંદિરના જીર્ણોધ્ધારનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. જીર્ણાધ્ધારમાં દાન આપનારા દાતાઓને હવે ઇન્કમટેક્સમાં રાહત મળશે. તેમ મંદિર ટ્રસ્ટના મેનેજરે જણાવ્યું છે. તેમણે કહ્યું કે આવકવેરા વિભાગ દ્વારા રૂપાલ મંદિરના ટ્રસ્ટને કલમ 80-જી હેઠળ આવરી લેવામાં આવ્યુ છે.

ઉલ્લેખનિય છે કે નવરાત્રીની નોના દિવસે રૂપાલ વરદાયીની માતાના મંદિરમાં પલ્લી ભરવામાં આવે છે. ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. વખતે પણ 4 લાખ કિલો શુધ્ધ ઘીનો અભિષેક કરવામાં આવશે. વર્ષે પલ્લી ભરવાનો કાર્યક્રમ 9મી ઓક્ટોબરને રવિવારે યોજવામાં આવ્યો છે. નવરાત્રીમાં એક દિવસ ઓછો હોય કે વધારે પણ રૂપાલના મંદિરે પલ્લી ભરવા માટે નવરાત્રીનો 9મા દિવસની ગણતરી કરવાય છે.

આવકવેરાના લાભ અંગે મંદિર ટ્રસ્ટના મેનેજર અરવિંદભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે ગયા વર્ષે પલ્લીનો કાર્યક્રમ પુરો થયા પછી નવુ મંદિર બનાવવા માટેના જીર્ણોધ્ધારની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 30 ટકા જેટલુ નવા મંદિરનું બાંધકામ થઇ શક્યુ છે અને હજુ એકથી દોઢ વર્ષ સુધી બાંધકામ ચાલશે. તેમણે કહ્યું કે આવકવેરા વિભાગમાં રૂપાલ મંદિર ટ્રસ્ટ દ્વારા અરજી કરવામાં આવી હતી. તેને માન્યતા મળી હોવાનુ સર્ટીફિકેટ તાજેતરમાં મંદિરને મળ્યું છે. જેથી મંદિરના જીર્ણોધ્ધારમાં દાન આપનારા દાતાઓને કલમ-80 જી હેઠળ આવકમાંથી મુક્તિનો લાભ મળશે. તેઓ જેટલી રકમનું દાન આપશે તેટલી રકમ તેમની આવકમાંથી બાદ મળશે. જગવિખ્યાત રૂપાલ ખાતેના વરદાયીની માતાના મંદિરનો જીર્ણોધ્ધાર કરવા માટે રૂ.20 કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે. તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.5 કરોડની સહાય મળી ચૂકી છે. તેમજ દેશ વિદેશના દાતાઓ દ્વારા અત્યાર સુધીમાં ટ્રસ્ટને રૂ. 2 કરોડનું રોકડ રકમનું દાન મળી ચૂક્યું છે. હવે દાન આપનાર દાતાને આવકવેરામાં સહાય મળશે.

આવકવેરા વિભાગ દ્વારા 80-જી હેઠળ રજીસ્ટર કરાયાનું સર્ટિ મળ્યું

અન્ય સમાચારો પણ છે...