તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિત્ર પ્રર્દશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રનાંજુનાગઢ, પોરબંદર, જામનગર જિલ્લામાં વસતા આહિર, ચારણ તથા રબારી સમાજની ખેતી તથા પશુપાલનની ગ્રામીણ સંસ્કૃતિને જામનગરનાં ક્લ્યાણપુરનાં એક ખેડુત પુત્ર યુવાને કેન્વાસ પર ઉતારીને પાટનગરમાં પ્રદર્શીત કરી હતી. કલ્યાણપુરા તાલુકાની રીપર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપતા સામતભાઇ બેલા દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રો રાજસ્થાન તથા દિલ્હી સુધી પ્રદર્શીત થઇ ચુક્યા છે. ગાંધીનગર ટાઉન હોલ ખાતે મુકવામાં આવેલા ચિત્રોએ નગરજનોનાં દિલ જીતી લીધા હતા.

સૌરાષ્ટ્ર-કચ્છ, ઉતર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પ્રદેશની આગવી સંસ્કૃતિ, રીત રીવાજો, લોકોનો સ્વભાવ અને પહેરવેશમાં વિવિધતા છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિથી આકર્ષાઇને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી દ્વારા ‘સૌરાષ્ટ્રની રસધાર’ નિમાર્ણ પામી છે. ત્યારે સૌરાષ્ટ્રની ગ્રામ્ય સંસ્કૃતિને ‘સૌરાષ્ટ્રની રંગધાર’ નામે કલ્યાણપુરનાં આહિર યુવાન દ્વારા પીછી માફરતે કેન્વાસ પર ઉતારવામાં આવી છે. સામતભાઇએ જણાવ્યુ હતુ કે શિક્ષક તરીકે ફરજ સાથે સમય મળે ત્યારે ચિત્રો બનાવુ છે. મારા તમામ ચિત્રો સૌરાષ્ટ્ર તથા કચ્છનાં ગ્રામ્ય જીવન પર આધારીત છે. જેમાં પશુપાલન તથા ખેતી સાથે સંકળાયેલા આહિર, રબારી તથા ચારણ સમાજની લાઇફ સ્ટાઇલને દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગીરનાં નેસડામાં વરસા માલધારીઓ, તેમનાં ઘરનું ફુડ કલ્ચર, પશુઓ પ્રત્યેનો પ્રેમ, તેમનાં બાળકોની પ્રવૃતિઓ, માલધારી પરીવારની યુવતીઓ લાઇફ સ્ટાઇલ અને તેમનાં ખમીરને ચિત્રોમાં સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમારો પરીવાર ખેતી સાથે સંકળાયેલો છે. હું કોઇ આર્ટ સ્કુલમાં અભ્યાસ કરવા ગયો નથી. પરંતુ બાળપણથી ચિત્રો દોરવાનો શોખ તથા હાઇસ્કુલનાં અભ્યાસ દરમિયાન આર્ટ ટીચરનાં ચિત્રોથી પ્રેરણા લઇને શોખ પુરો કરૂ છું. ખેડુત પરીવારમાંથી આવતા સામતભાઇનાં ચિત્રો છેક દિલ્હી સુધી પ્રદર્શિત થઇને પ્રસંશા પામ્યા છે. શનિવારે ગાંધીનગરમાં યોજાયેલા આહિર સમાજનાં સંમેલન દરમિયાન ચિત્રો પ્રદર્શીત કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય જીવનને રજુ કરતા ચિત્રો ‘સૌરાષ્ટ્રની રંગધાર’નું પાટનગરમાં ટાઉન હોલ ખાતે પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.

સૌરાષ્ટ્રનાં દૈનિક જીવનને ગાંધીનગરમાં ઉજાગર કર્યુ

અન્ય સમાચારો પણ છે...