તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પ્રાંતિજના એપ્રોચ રોડને 1.68 કરોડ રૂપિયાના ખર્ચે નવા વાઘા પહેરાવાશે

પ્રાંતિજના એપ્રોચ રોડને 1.68 કરોડ રૂપિયાના ખર્ચે નવા વાઘા પહેરાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાનીઋુતુમાં ડામરના રોડનુ સંપૂર્ણ ધોવાણ થઇ જતા હાલક કફોડી બની ગઇ છે. મોટાભાગના રોડની હાલત દયનિય બની ગઇ છે. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજથી જીઇબી જતા એપ્રોચ રોડના નવિનીકરણ માટે રાજ્ય સરકારે રૂ. 1.68 કરોડ ફાળ્યા છે. ત્યારે સ્થાનિક આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.

ગાંધીનગરમાં સોમવારે રોડ રસ્તાને લઇને સ્થાનિક આગેવાનો રજૂઆત કરવાનો દિવસ હોય તેમ જોવા મળતુ હતું. સાબરકાંઠાના પ્રાંતિજના એપ્રોચ રોડ મગરની પીઠ સમાન બની ગયો હતો. જેને નવો બનાવવા રાજ્ય સરકારે રૂ. 1.68 કરોડ ફાળવ્યા છે. ત્યારે આગેવાનો બાબુભાઇ પટેલ (અશ્વમેઘ) કેતન જોશી, ભક્તિદાસ શેઠ સહિતના આગેવાનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મુલાકાતે આવ્યા હતાં. બાબુભાઇએ કહ્યું કે જીઇબી બોર્ડથી વદરાડ ગામ વાયા સમાજવાડીથી પસાર થતો રોડ અત્યંત ખરાબ થઇ ગયો હતો. જેને લઇને અગાઉ રજૂઆત કરાલ હતી. રજૂઆતને ધ્યાને લઇને માર્ગ અને મકાન મંત્રીએ રૂ. 1.68 કરોડ ફાળવી આપ્યા છે. ત્યારે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોની સમસ્યાનો અંત આવશે. રોડનુ કામ મંજુર થતા આગેવાનો ઉપ મુખ્યમંત્રીને રૂબરૂ મળી આભાર વ્યક્ત કર્યો હતો અને અભિનંદન પણ પાઠવ્યા હતાં.

પ્રાંતિજથી જીઈબી કચેરી સુધીના એપ્રોચ રોડ માટે રાજ્ય સરકારે રૂ 1.68 કરોડ ફાળવતા સ્થાનિક આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક આગેવાનોએ નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મળી આભાર વ્યક્ત કર્યો

અન્ય સમાચારો પણ છે...