તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશ પક્રિયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંવસતા લોકો અને વિદ્યાર્થીઓમાં વિદેશ જવાની ધૂન સવાર હોય છે. અભ્યાસ કરવા માટે અને કમાવવા માટે લાઇનો લગાવી રહ્યા છે. ત્યારે મેડીકલના અભ્યાસ માટે અવળી ગંગા વહેતી જોવા મળી છે. સિવિલના ઓડિટોરિયલ હોલમાં સોમવારે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની કામગીરી કરાઇ હતી. 600 બેઠક સામે સાંજ સુધીમાં 398 બેઠક ફૂલ થઇ ગઇ હતી. જેમાં ગાંધીનગર મેડીકલ કોલેજની તમામ બેઠકો શરૂઆતના અડધા કલામમાં ભરાઇ ગઇ હતી. તમામ બેઠકોમાં ભરાઇ જતા હવે પ્રથમ સત્રનો અભ્યાસક્રમ શરૂ થઇ જશે.

મેડીકલમાં પ્રવેશ માટે રેગ્યુલર ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં ગાંધીનગર મેડીકલ કોલેજમાં 150 બેઠક સામે 133 બેઠકો ભરાઇ જવા પામી છે. કોલેજમાં 6 એનઆરઆઇ વિદ્યાર્થીઓ ડૉક્ટરનો અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવ્યો છે. વિદેશમાં વસતા મૂળ ભારતીય વિદ્યાર્થીઓ દેશનુ શિક્ષણ મેળવવા એમબીબીએસનો અભ્યાસ કરવા આવ્યા છે. સોમવારે સિવિલના ઓડિટોરિયલ હોલમાં મેનેજમેન્ટ ક્વોટાની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં ગાંધીનગર, પાટણ, ગોત્રી, સોલા, વલસાડ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડ મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષ એમબીબીએસના પ્રથમ વર્ષની બેઠકો ભરાઇ ગઇ છે. ગાંધીનગર જીએમઇઆરએસ સંચાલિત મેડીકલ કોલેજના અશ્વિનભાઇ ગોરે માહિતી આપતા કહ્યું કે જીએમઇઆરએસ સંચાલિત 7 કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો પ્રવેશ શરૂ થઇ ગયો છે. જેમાં અગાઉની પ્રક્રિયામાં 150 બેઠક સામે હાલમાં કોલેજમાં 133 બેઠકો ભરાઇ ગઇ છે. જેમાં 6 બેઠકો એનઆરઆઇ ક્વોટામાં ભરાઇ ગઇ છે. જેમાં ગાંધીનગર સહિતની અન્ય મેડીકલ કોલેજોની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની પ્રક્રિયા સવારથી શરૂ કરાઇ હતી. ગાંધીનગર સહિતની 600 બેઠકની કામગીરી હાથ ધરાઇ હતી. મેડીકલની 394 અને ડેન્ટલની 4 બેઠક ઉપર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો હતો.

રાજ્યની મેડિકલ કોલેજોમાં ખાલી પડેલી મેનેજમેન્ટ ક્વોટાની જગ્યાઓની પ્રવેશ પ્રક્રિયા સોમવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં યોજાઈ હતી અને આખરે ખાલી પડેલી જગ્યાઓ હાઉસફૂલ થઇ હતી. તસવીર -કલ્પેશ ભટ્ટ

મેડિકલ કોલેજની તમામ 150 બેઠક હાઉસફૂલ

અન્ય સમાચારો પણ છે...