તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૈજપુર બોઘાનો શખ્સ દારૂની 43 બોટલ સાથે ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સામે કાર્યવાહીનાં એસપીનાં આદેશનાં પગલે પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યુ છે. ડભોડા પોલીસ સ્ટેશનનાં સીનીયર પીએસઆઇ એચ જી દેસાઇ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે નેશનલ હાઇ-વે 8 પર રણાસણ સર્કલ પાસે શ્યામ પેલેસ હોટેલ પાસેથી પસાર થતા એક શખ્સે હાથમાં બે થેલા લઇને ઉભેલો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો.

ગણેશસિંગ રાજપૂત (રહે મારવાડીની ચાલી, સૈજપુર બોઘા,)નાં બંને થેલા ખોલાવીને તપાસ કરતા રૂ.18300ની દારૂની નાની મોટી 43 બોટલો મળી આવી હતી. અહેકો વિશાલસિંહ તથા આપોકો અશોકકુમારે આ શખ્સને પોલીસ સ્ટેશન લાવીને તેમની સામે ગુનો દાખલ કરીને દારૂ, મોબાઇલ તથા રૂ.12800 મળી કુલ રૂ.33100નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...