તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ કામોનાં એજન્ડા સાથે તા. પં.ની 28મી ઓગષ્ટે સભા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી બાદ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી તથા સમિતીઓની રચના અને હોદેદારોની વરણી પુર્ણ થઇ ગયા બાદ તા 28મી ઓગષ્ટે બપોરે 3 વાગ્યે સામાન્ય સભાનું આયોજન કર્યુ છે.

તાલુકા પંચાયતનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર વિકાસ કામોનાં એજન્ડા સાથે યોજાનારી આ સામાન્ય સભામાં સદસ્યો પોતાનાં વિસ્તારમાં કરવા જરૂરી વિકાસ કામોની યાદી આપશે. જેમાં દરેક સદસ્યોને પોતાનાં વિસ્તાર માટે રૂ.10-10 લાખ ફળવાશે. તાલુકા પંચાયતમાં કુલ 36 સદસ્યો છે. જેમાં ભાજપનાં 17 તથા કોંગ્રેસનાં 19 સદસ્યો છે. પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી તથા સમિતીઓની રચના અને હોદેદારોની વરણી પુર્ણ થઇ ગયા બાદ કામગીરી આગળ વધશે.

અન્ય સમાચારો પણ છે...